દ્વારકા થી પોરબંદર ગુજરાત ગૌરવ યાત્રા આજરોજ સમાપ્ત થઇ છે. આ કાર્યક્રમમાં પેજ સમિતિના પ્રણેતા એવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કેન્દ્રીયમંત્રી ડો.ભાગવત કરાડજીની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી,યાત્રાના ઇન્ચાર્જ અને પ્રદેશના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા,જિલ્લાના પ્રભારી મહેશભાઇ કસવાલા, સાંસદ તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અને પ્રદેશના મહામંત્રી વિનોદભાઇ ચાવડા,સાંસદ રામભાઇ મોકરિયા સહિતના પ્રદેશ અને જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો. આ કાર્યક્રમમાં પોરબંદરના ઘારાસભ્ય બાબુભાઇ બોખેરિયાએ પ્રાસંગીક સંબોધન કર્યુ હતું અને કાર્યક્રમની આભાર વિઘી પ્રદેશના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરાએ કરી હતી.
કેન્દ્રમાં 8 વર્ષથી ભાજપની સરકાર અને વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી નેતૃત્વમાં આજે દેશ બદલાઇ રહ્યો છે. – ભાગવત કરાડ.
કેન્દ્રીયમંત્રી ડો.ભાગવત કરાડજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે ગૌરવ યાત્રા થકી ગુજરાત આવ્યો છું એટલે ગુજરાતની આ પવિત્ર ભૂમિને વંદન કરુ છું. ગુજરાતની ધરતી મહાત્મા ગાંઘી અને સરદાર વલ્લભભાઇની ધરતી છે. આ બંને નેતાએ દેશને આઝાદી અપાવી. ગુજરાતમાં ભાજપની સરકાર આવ્યા પછી જ વિકાસ થયો છે. કેન્દ્રમાં 8 વર્ષથી ભાજપની સરકાર અને વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી નેતૃત્વમાં આજે દેશ બલાઇ રહ્યો છે વિકાસની દિશા તરફ વઘી રહ્યો છે.
કરાડજીએ વધુમાં જણાવ્યું કે, કોરોના મહામારીમાં વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી માર્ગદર્શનમાં દેશને ઓક્સિજન,બેડ,કોરોનાની રસી,વેન્ટીલેટર અને દર્દીઓને દવા પહોચાડવાનું કામ કર્યુ. દેશને કોરોનાથી રક્ષણ આપવા એક નહી બે-બે કોરોનાની રસી આપી. ખેડૂતભાઇઓને કિશાન સન્માન નિઘિ યોજનાનો પુરતો લાભ મળે છે. ગુજરાતમાં વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ નેતૃત્વમાં ફરી એક વાર કમળ ખીલશે અને જનતા જંગી બહુમતથી જીતાડશે.