ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થતો જાય છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેરાત થોડા દિવસો બાદ થઇ શકે છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર તેજ કરી દીધો છે. ગુજરાતમાં ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ અગાઉની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં લગભગ દરેક જગ્યાએ આ યાત્રાને આવકારો મળ્યો છે જો કે આજે આ યાત્રાને વિઘ્ન આવ્યું હતું અને ગુજરાતના પાટણમાં આ યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ ગૌરવ યાત્રાનો વિરોધ અર્બુદા સેનાએ કર્યો હતો અને આ તેમનો ત્રીજો વિરોધ કર્યો હતો. પાટણથી ચાણસ્મા નીકળેલ ગૌરવયાત્રામાં ધીણોજ બાદ રાધનપુરમાં અર્બુદા સેનાએ વિરોધ કર્યો હતો.
આ ગૌરવ યાત્રાનો વિરોધ અર્બુદા સેનાના મોટા કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો જો કે પોલીસે આ વિરોધ મામલે 50 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. નોંધનીય છે કે ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ જુદી જુદી રીતે પ્રચાર કરી રહી છે. આ વર્ષે વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં લડી રહી છે.