રાજ્ય સરકારે કેદારનાથની ગોઝારી ઘટનામાં જીવ ગુમાવનાર ગુજરાતીઓને શ્રદ્ધાજલી અર્પી છે. આ ઉપરાંત કેદારનાથમાં જીવ ગુમાવનાર ગુજરાતીઓને રાજ્ય સરકાર તરફથી 4 લાખની સહા જાહેર કરવમાં આવી છે.
કેદારનાથ જીવ ગુમાવનાર 3 ગુજરાતી યુવતીઓ છે. જેમના મૃતદેહ કેદારનાથથી ભાવનગર લાવવામાં આવશે. સીએમ સતત કેદારનાથ વહીવટી તંત્ર સાથે સંપર્કમાં છે. કેદારનાથમાં બે પાયલટ સહીત 7 મોત થયા છે જેમાં 3 યુવતી ભાવનગરની છે.
ઉત્તરાખંડમાં આજે આ મોટી દુર્ઘટના ઘટી છે. સવારે આ ઘટનાની માહિતી મળતા, વહીવટી ટીમ રાહત અને બચાવ કાર્ય માટે પહોંચી હતી પરંતુ 7 લોકોના મૃતદેહ ત્યાં મળ્યા હતા.
દુર્ઘટનાની કેટલીક તસવીરો અને વીડિયોમાં હેલિકોપ્ટરનો એક ભાગ પહાડી પર સળગતો જોવા મળ્યો હતો જ્યારે બીજો ભાગ ટુકડાઓમાં પડેલો જોવા મળ્યો હતો. હેલિકોપ્ટરમાં સવાર શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા.
મળતી વિગતો અનુસાર જમીન પર પડતા પહેલા હેલિકોપ્ટર ક્યાંક અથડાયું હતું, જેના કારણે તે હવામાં જ વિસ્ફોટ થયો હતો. તે જ સમયે, જમીન પર પડ્યા પછી, એન્જિનમાં વિસ્ફોટ થયો અને આગ લાગી હતી.