જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. સોમવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલામાં યુપીના બે શ્રમિકોના મોત થયા છે. બંને મૃતક શ્રમિક મુશીર કુમાર અને રામ સાગર કન્નૌજ જિલ્લાના રહેવાસી હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકીઓએ મોડી રાત્રે ગ્રેનેડથી હુમલો કર્યો હતો. હુમલાની માહિતી બાદ કાશ્મીર પોલીસે ઘેરાબંધી કરી છે અને લશ્કરના એક આતંકવાદીની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર, ધરપકડ કરાયેલા આતંકવાદીએ હુમલાની કબૂલાત કરી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલી ઘટના નથી
. . જ્યારે ઉત્તર ભારતીયો અને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવીને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોય. ત્રણ દિવસ પહેલા જ એક કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી હતી એડી જી પી કાશ્મીર ઝોન વિજય કુમારે જણાવ્યું કે, , , શોપિયાં વિસ્તાર ના હરમન માં LeT ના આતંકવાદી ઇમરાન બશીર ગનીએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો, જેમાં બે શ્રમિકોના મોત થયા છે. પોલીસે ઈમરાન બશીરની ધરપકડ કરી લીધી છે અને આ કેસમાં તપાસ અને દરોડા ચાલુ છે. . .