પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે આજે ગાંધીનગરની તેમના પ્રવાસનો પ્રારંભ કર્યો છે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીફેન્સ એક્સપોનું ઉદઘાટન કર્યું હતું. ઉદઘાટન વેળાએ પીએમ એ કહ્યું કે, આફ્રીકાથી લોકો અહીં એક્સપોમાં ઉપલબ્ધ છે. હું આફ્રીકાથી આવેલા મિત્રોને કહેવા માંગું છું કે, તમે જે ગુજરાતની ધરતી પર આવ્યા છો જેની સાથે આફ્રીકાનો જૂનો નાતો રહ્યો છે.
આફ્રીકામાં જે પહેલી ટ્રેન ચાલી હતી તેના નિર્માણ કાર્યમાં કચ્છથી લોકો આફ્રીકા ગયા હતા અને ત્યાં આધુનિક ટ્રેનની નીવ રાખવામાં મોટી ભૂમિકા નિભાવી હતી. દુકાન શબ્દ આફ્રીકામાં કોમન છે આ શબ્દ ગુજરાતી છે. રોટી, ભાજી આ આફ્રીકાના જનજીવન સાથે જોડાયેલા શબ્દો બની ગયા છે. આફ્રીકા ગાંધીજીની પહેલી કર્મભૂમી હતી જ્યારે ગુજરાત જન્મભૂમી હતી. કોરોનાકાળામાં વેક્સીનને લઈને પુરી દુનિયા ચિંતામાં હતી ત્યારે ભારતે વેક્સીન પહોંચાડી.
રક્ષા ક્ષેત્રમાં અમારી વચ્ચેનો સહયોગ અને સમન્વય આ સબંધને નવી ઊંચાઈ આપશે. આજે આંતરષ્ટ્રીય સુરક્ષાથી લઈને વૈશ્વિક વ્યાપાર સુધી મેરીટાઈમ સિક્યોરીટી ગ્લોબલ પ્રાથમિકતા બનીને ઉભરી છે. 2015માં મોરેસિયસમાં સિક્યોરીટી અને ગ્રોથ ફોર ઓલ ઈન ધ રીજન એટલે કે સાગરનું વિઝન સામે રાખ્યું હતું.
આજે ગ્લોબલાઈઝેશનના દોરમાં મર્ચન્ટ નેવીની ભૂમિકાનો વિસ્તાર થયો છે. વિશ્વને વિશ્વાસ અપાવું છું કે, તમારી અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે ભારત સતત પ્રયત્નો કરતું રહેશે. એક્સપો વૈશ્વિક વિશ્વાસનું પ્રતિક છે. વિશ્વનું સામર્થ્ય ગુજરાતની ધરતી પર જોવા મળી રહ્યું છે. હું આ ભવ્ય આયોજનો માટે ગુજરાતના લોકો અને મુખ્યુમંત્રીને અભિનંદન આપું છું.