સીટી બસ સાથે સંકળાયેલ વિવાદ થોભવાનું નામ નથી લઈ રહ્યો: અગાઉ પણ કેટલાક કંડકટર સસ્પેન્ડ થયા બાદ ફરી ૧૦ કંડકટર થયા સસ્પેન્ડ તથા લાખોનો દંડ ફટકાર્યો રાજકોટમાં ચાલતી સીટી બસ વારંવાર વિવાદમાં સપડાયેલી રહે છે. અગાઉ કેટલી વાર કંડકટર નાં અવ્યવહારુ વર્તન અને તેઓની બેદરકારીને કારણે સસ્પેન્ડ થાય છે ત્યારે ફરી વખત ૧૦ કંડકટર બેદરકારીને કારણે સસ્પેન્ડ થાય. આ અગાઉ લાખો રૂપીયાનો દંડ પણ ચૂકવવામાં આવ્યો છે છતાં સીટી બસ સંચાલક અને કંડકટરની શાન હજુ ઠેકાણે આવી નથી. રાજકોટ મનપાની સીટી બસનાં ૧૦ કંડકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ૯૫ સીટી બસ ૧.૧૯ લાખ કિ.મી. ચાલી હતી જેમાં કુલ ૨.૦૬ લાખ લોકોએ મુસાફરી કરી હતી. આ સેવામાં બેદરકારી બદલ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને ૮૪૫૦ કિ.મી. એટલે કે રૂા. ૨.૯૫ લાખની અને અલ્ટ્રા મોડર્નને રૂા. ૧૪૬૦૦ની પેનલ્ટી કરવામાં આવી છે. ૯ કંડકટરને હંગામી અને બીજા કંડકટરને કાયમી ધોરણે સસ્પેન્ડ કરાયા છે. ટીકીટ લીધા વગર મુસાફરી કરનાર ૧૪ મુસાફરો પકડાયા હતા જેમને કુલ ૧૫૪૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.