વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ ગઇકાલે ભાવનગર તાલુકામાં અધેવાડા ખાતે આવેલાં શિવકુંજ આશ્રમ મેદાન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમને આશ્રમના સીતારામબાપુએ દીપપ્રાગટ્ય કરીને ખુલ્લો મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, ધાર્મિક જગ્યા પર સમાજ સેવાની આ ધૂણીની શરૂઆત કરવામાં આવી છે તેનો આનંદ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શરૂ થયેલું આયુષ્યમાન કાર્ડ સમાજના ગરીબ-વંચિત લોકો માટે દિવાળીનો મોટો ઉપહાર લઇને આવ્યું છે. સમાજમાં જે સેવાની મશાલ વડાપ્રધાન જગાવી રહ્યાં છે તે અદભૂત છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર આરોગ્ય તંત્ર દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી. કાર્ય ક્રમને સફળ બનાવવા બદલ તાલુકા હેલ્થ ઓફિસર ડો. લાખાણી અને તેમની ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ ગઇકાલે ભાવનગર તાલુકામાં અધેવાડા ખાતે આવેલાં શિવકુંજ આશ્રમ મેદાન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમને આશ્રમના સીતારામબાપુએ દીપપ્રાગટ્ય કરીને ખુલ્લો મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, ધાર્મિક જગ્યા પર સમાજ સેવાની આ ધૂણીની શરૂઆત કરવામાં આવી છે તેનો આનંદ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શરૂ થયેલું આયુષ્યમાન કાર્ડ સમાજના ગરીબ-વંચિત લોકો માટે દિવાળીનો મોટો ઉપહાર લઇને આવ્યું છે. સમાજમાં જે સેવાની મશાલ વડાપ્રધાન જગાવી રહ્યાં છે તે અદભૂત છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર આરોગ્ય તંત્ર દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી. કાર્ય ક્રમને સફળ બનાવવા બદલ તાલુકા હેલ્થ ઓફિસર ડો. લાખાણી અને તેમની ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી.