34.2 C
Kadi
Wednesday, March 29, 2023

પીએમ મોદીએ ડીફેન્સ એક્સપો ખુલ્લો મુક્યો – કહ્યું આ છે નવા ભારતની ભવ્ય તસવીર


પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે આજે ગાંધીનગરની તેમના પ્રવાસનો પ્રારંભ કર્યો છે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીફેન્સ એક્સપોનું ઉદઘાટન કર્યું હતું.  ઉદઘાટન વેળાએ પીએમ એ કહ્યું કે, ડીફેન્સ એક્સપો એ નવા ભારતની ભવ્ય તસવીર છે.
આ સાથે તેમણે સંબોધન કરતા કહ્યું કે, યુવાનોની શક્તિ સંકલ્પ અને સાહસનું આ પ્રતિક છે. મિત્ર દેશો માટે સહયોગના અનેક અવસર છે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું.

આજે આપણે લોહપુરુષ સરદાર પટેની ધરતી પર દુનિયાની સામે સામર્થ્યુનો પરીચય આપી રહ્યા છીએ. આમાં 1300થી વધુ એક્ઝિબિટર્સ છે. જેમાં ભારદતીય ઉદ્યોગ છે અને તેની સાથે જોડાયેલા વેન્ચર્સ છે તેમજ 100 થી વધુ સ્ટાર્ટઅપ છે. ક્ષમતા અને સંભાવના બન્નેની ઝલક એક સાથે જોઈ રહ્યા છે. આ સંભાવનાઓને સાકાર કરવા માટે પહેલી વાર 450થી વધુ એમઓયુ અને એગ્રીમેન્ટ સાઈન કરવામાં આવશે, આ આયોજન પહેલા કરવા ઈચ્છતા હતા. પરંતુ કેટલીક પરિસ્થિતિના કારણે સમય એક્સપોનો બદલવો પડ્યો.

દેશના સૌથી મોટા એક્સપોએ નવા ભવિષ્યનો સક્ષમ આરંભ કરી દીધું છે. મને ખુશી છે કે, ભારત ભવિષ્યના અવસરને આકાર આપે છે ત્યારે ભારતના 53 આફ્રીકન મિત્ર દેશો ખભાથી ખભો મેળવીને સાથે ઉભા છે. આ અવસર પર ઈન્ડિયા આફ્રીકા ડીફેન્સ ડાયલોગ આરંભ થઈ રહ્યો છે. ભારત અને આફ્રીકન દેશો સાથે સબંધો જુના વિશ્વાસ સાથે ટકેલા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!