અવસર લોકશાહીનો: સ્વીપ દ્વારા મેટોડા જી.આઈ.ડી.સી ખાતે મતદાર જાગૃતિ કેમ્પ યોજાયો ઔદ્યોગિક એકમોના કર્મચારીઓને EVM અને VVPT નિદર્શન સાથે તાલીમ અપાઈ રાજકોટમાં હાલ ચૂંટણીનો માહોલ સર્જાયો છે. થોડા જ સમયમાં ચૂંટણીની જાહેરાત થવાની છે ત્યારે મતજગૃતી માટે વિવિધ જગ્યાએ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ આગામી સમયમાં યોજાનાર છે. જેને અનુલક્ષીને રાજકોટ જિલ્લાનો દરેક નાગરીક લોકશાહીના પર્વમાં ભાગ લઈને ૧૦૦ ટકા મતદાન કરીને લોકશાહીને વધુ મજબૂત કરે તે માટે સ્વીપ દ્વારા “મતદાર જાગૃતિ અભિયાન” ચલાવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારીશ્રી વિવેક ટાંકના નેજા હેઠળ મેટોડા જી.આઈ.ડી.સી ખાતે “મતદાર જાગૃતિ કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન હેઠળ જ્યોતિ સી.એન.સી., ઓરબીટ બેરિંગ, ગોપાલ સ્નેક સહિતના ઔદ્યોગિક એકમોના કર્મચારીઓને ઈ.વી.એમ અને વી.વી.પેટના નિદર્શન સાથે તેની કાર્યપધ્ધતિથી વાકેફ કરવામાં આવ્યા હતા. ઉપરાંત મતદાનના મહત્વ અંગેની સમજ સાથે મતદાન કરવાની પ્રક્રિયાનો અનુભવ કરાવીને મતદાન કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.જે.ખાચરની યાદીમાં જણાવાયું છે.