28.6 C
Kadi
Wednesday, March 29, 2023

લોક વિદ્યાલય વાળુકડ ખાતે ગરબા સ્પર્ધા યોજાઈ ગઈ આજુબાજુની શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો


લોક વિદ્યાલય વાળુકડ ખાતે ગરબા સ્પર્ધા યોજાઈ ગઈ આજુબાજુની શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો વાળુકડ લોક વિદ્યાલય વાળુકડ ખાતે આજુબાજુની શાળાઓ માટે યોજાયેલ ગરબા સ્પર્ધામાં ઉત્સાહભેર આયોજન થઈ ગયું. સ્વર્ગસ્થ જીવણભાઈ રાઘવભાઈ સાચપરા સંસ્થા લુવારવાવ તથા શ્રી વિનય વિહાર કેળવણી મંડળ દ્વારા ગરબા સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં પ્રથમ આંકોલાળી પ્રાથમિક શાળા, દ્વિતીય હણોલ પ્રાથમિક શાળા તથા તૃતિય રાણપરડા ખારા પ્રાથમિક શાળાએ સ્થાન મેળવેલ. વાળુકડ ખાતે સંસ્થાના વડા શ્રી નાનુભાઈ શિરોયાની મુખ્ય ઉપસ્થિતિ સાથે આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રી મહાશંકરભાઈ પંડ્યા, શ્રી શિલ્પાબેન પંડ્યા તથા શ્રી નીશિથભાઈ પંડ્યા રહ્યા હતા. આ ગરબા સ્પર્ધામાં ધોરણ ૬થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં વિશિષ્ટ શિક્ષણ સેવા આપતા શિક્ષક શ્રી અશોકભાઈ રાઠોડનું વિશેષ સન્માન કરાયું હતું. આ પ્રસંગે તલાટી મંત્રી શ્રી ધર્મદીપભાઈ ગઢવી અને સંસ્થાના શિક્ષક કાર્યકર્તાઓ જોડાયા હતા. સંચાલનમાં શ્રી યોગેશ્વરીબેન ત્રિવેદી રહેલ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!