કહેવાય છે કે દરેક પ્રાણીઓમાં કૂતરુંએ સૌથી વફાદાર પ્રાણી છે. માનવ સમાજમાં પણ કૂતરાંની વફાદારીના ઉદાહરણ આપવામાંઆવે છે. અહીં એનિમલ હેલ્પલાઇન ૧૯૬૨એ કૂતરાંનું અકસ્માત થતા તાત્કાલિત ઘટના સ્થળે પહોંચીને કૂતરાને યોગ્ય સારવાર આપીને સાચાં અર્થમાં અબોલ જીવો પ્રત્યેની વફાદારી નિભાવી છે.
સાબરકાંઠા જિલ્લામા પશુપાલન વિભાગ અને ઇ.એમ આર. આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા PPP મોડલ પર જિલ્લામાં દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાં કાર્યરત છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વકતાપુર ગામ ખાતે એક બિનવારસી કૂતરાનું અકસ્માત થયુ હતુ. અકસ્માત દરમિયાન કૂતરાના પગના ટુકડા થઈ ગયા હતા. જેની જાણ હરેશભાઈ પરમારને થતા તેઓએ ૧૯૬૨ને સંપર્ક સાધ્યો હતો. જાણ થતાની ૧૦ મિનિટમાં ૧૯૬૨ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ હતી. ૧૯૬૨ એમ્બ્યુલન્સમાં કાર્યરત ડૉ.મહંમદ મદની અને ડ્રેસર અલ્પેશ બારીયાની મદદથી કૂતરાના પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. યોગ્ય સમયે સારવાર મળતા બિનવારસી કૂતરાને એક નવું જીવનદાન મળ્યું હતું.વક્તાપુર ગ્રામજનોએ ગુજરાત સરકારની ૧૯૬૨- દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાની ફ્રી સેવાને પ્રશંસા કરી હતી.