જૂનાગઢમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયા થકી આજે લોકો પેઈન્ટરથી લઈને ગાયક સુધી બની શકે છે. યુવાનોની તાકાત બજારમાં પહોંચી રહી છે. ભારતમાં બે કારખાના હતા મોબાઈલ બનાવવાના આજે 200 કારખાના છે 1 બિલિયન મોબાઈલ ભારતમાંથી બની વિદેશોમાં પહોંચ્યા છે.
2 દિવસ પહેલા દિલ્હીથી 2-2 હજાર ખેડૂતોના ખાતામાં મોકલ્યા અને તેનો મેસેજ પણ ખ્ ચમકારારુપે મળી રહ્યા છે. 2 લાખ 16 હજાર કરોડ અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં જમા કર્યા છે. આનો મોટો લાભ નાના ખેડૂતોને મળ્યો છે. અમારી સરકારે પશુપાલક હોય કિશાન હોય કે માછીમાર હોય તેને કિશાન ક્રેડીટ કાર્ડ કેસીસીની સુવિધા સાથે જોડી લીધા છે. એના કારણે બેન્કમાંથી લોન લેવાનું સરળ માછીમારો માટે બન્યું. 3.5 કરોડથી વધુ લોકો તેનો લાભ લઈ રહ્યા છે.
ટુરીઝમનો વિકાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી બન્યો છે. માધુપુરના મેળામાં નોર્થ ઈસ્ટના મુખ્યમંત્રી આવે ત્યારે અઠવાડીયા સુધી જલસો પડી ગયો હતો. તમે મને ત્યાં મોકલે ત્યારે રોપ વે જૂનાગઢમાં આવી ગયો. આટલા કામ માટે કેટલી બધી વાર લાગી. માંના આશીર્વાદ મને ના મળે તો કોને મળે. એશિયાનો સૌથી મોટા રોપ વેમાં ગીરનારમાં છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢના પ્રવાસ દરમિયાન કહ્યું હતું.