ફ્લોરિડાના ટેમ્પાથી ન્યુ જર્સી જઈ રહેલા પ્લેનમાં સાપ જોવા મળતા મુસાફરો ગભરાઈ ગયા હતા. નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર, વન્યજીવન વિભાગ અને પોલીસે સાપને પકડીને જંગલમાં છોડી દીધો હતો. જે બાદ વિમાનમાં સવાર મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સાપ પ્લેનમાં કેવી રીતે આવ્યો. અમેરિકન મીડિયા અનુસાર, બિઝનેસ ક્લાસમાં મુસાફરોએ સાપને જોયો હતો. જે બાદ મુસાફરોએ ચીસો પાડવાનું શરૂ કરી દીધું હતું. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુસાફરોએ જ્યારે સાપ જોવા મળ્યો ત્યારે ફ્લાઇટના ક્રૂને જાણ કરી. પોલીસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે યુનાઈટેડ ફ્લાઈટ નંબર 2038 આવી અને સાપને પકડી લેવામાં આવ્યો. ફ્લાઈટને કોઈ અસર થઈ નથી. સાપ ઝેરી ન હતો. સાપ પકડાયા પછી, મુસાફરોને તેમના સામાન સાથે નીચે ઉતારવામાં આવ્યા હતા અને પ્લેનમાં ક્રોલ કરતા અન્ય સરિસૃપની શોધ કરી હતી. જોકે, પ્લેનમાં અન્ય કોઈ જીવો જોવા મળ્યા ન હતા.
રીપોર્ટમાં જણાવ્યું હતું કે, સામાન્ય ગાર્ટર સાપ દરેક ફ્લોરિડા કાઉન્ટીમાં જોવા મળે છે અને તે મનુષ્યો પ્રત્યે ઝેરી કે આક્રમક નથી. આ સાપ સામાન્ય રીતે 18 થી 26 ઇંચ લાંબા હોય છે. તેઓ મનુષ્યો કે પ્રાણીઓને ટાળે છે. તેઓ ત્યારે જ કરડે છે જ્યારે તેમની જાણીજોઈને છેડતી કરવામાં આવે છે.
મલેશિયાની એરએશિયાની ફ્લાઈટમાં સાપ જોવા મળ્યો
આવી જ ઘટના ફેબ્રુઆરીમાં મલેશિયા જતી એરએશિયાની ફ્લાઈટમાં બની હતી, જ્યારે મુસાફરોને સાપ મળ્યો હતો. ત્યારે પ્લેન ટેક ઓફ કરી રહ્યું હતું. ધ વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, 2016 માં, મેક્સિકો જતી એરોમેક્સિકો ફ્લાઇટના ઓવરહેડ કમ્પાર્ટમેન્ટમાંથી એક ઝેરી લીલો વાઇપર સાપ નીકળ્યો હતો. તે દરમિયાન, એક મુસાફર દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલ એક વિડિયોમાં તે પ્લેનની છત પરથી લટકતો જોવા મળ્યો હતો, જે મેક્સિકો સિટી પહોંચ્યા બાદ લેન્ડિંગ બાદ પકડાયો હતો.