ભાજપના નિરિક્ષકોની નિમણુંક કરવામાં આવી છે. ચૂંટણીમાં ઉમેદવારોનું લિસ્ટ જારી થતા પહેલા દાવેદારોને સાંભળવામાં આવશે. 27થી 29 ઓક્ટોબર દરમિયાન નિરીક્ષકો જિલ્લાનો પ્રવાસ કરશે અને ત્યાં જઈ દાવેદારોને સાંભળશે. દાવેદારી નોંધાવી ચૂકેલા ચૂંટણી નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરશે.
બે મહત્વપૂર્ણ ભાજપના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. દિવાળી પહેલા અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે અમિતશાહ, સીઆર અને સીએમ સાથે ત્રણેય ચાર ઝોનમાં મુલાકાત લે છે. ચૂંટણીમાં કાર્યકર્તાઓ સાથે શું સૂચનો કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીમાં પહેલા 22 તારીખથી ભાજપ આ માટે 182 વિધાનસભા પર હિસ્ટોરીકલ રેકોર્ડ બનાવવા જઈ રહી છે. સીધા મતદાતાઓ સુધી જનાર નેતાઓ સાથે આ બેઠક મહત્વની સાબિત થશે. જેમાં ચાર ઝોનમાં આ બેઠક યોજવામાં આવી રહી છે.
ત્યાર બાદ નિરીક્ષકો જિલ્લા પ્રમાણે ટિકિટ વાચ્છુકોને સાંભળશે. નગરપાલિકા અને મહાનગર પાલિકાની પણ સેન્સ લેવામાં આવશે. સંયોજકો પણ બનાવવામાં આવ્યા છે. તેની સાથે જ જિલ્લા પંચાયત, મહાનગર પાલિકા અને સ્થાનિક બોડી સાથે બેઠક કરશે. બન્ને આયોજન ચૂંટણી અને ઉમેદવારોનું લિસ્ટ જારી થાય એ પહેલા ભાજપ દ્વારા નક્કી કરાયું છે.