સુપ્રીમ કોર્ટે બુધવારે આપેલા પોતાના એક મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું કે નફો કરતી શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્રસ્ટો આવકવેરા કાયદાની કલમ 10 (23C) માંથી છૂટનો દાવો કરી શકે નહીં. કોર્ટે કહ્યું કે કાયદા હેઠળ મુક્તિ મેળવવા માટે એ જરૂરી છે કે શૈક્ષણિક ટ્રસ્ટ અથવા સંસ્થા (ચેરિટેબલ સંસ્થા અથવા ટ્રસ્ટ) માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જ સંલગ્ન હોય અને તે કોઈપણ પ્રકારના નફા કમાવામાં સંલગ્ન ન હોય.
આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો
કોર્ટે વધુમાં સ્પષ્ટતા કરી કે તેનો અર્થ એ છે કે સંસ્થા અથવા ટ્રસ્ટનો ઉદ્દેશ શિક્ષણ અથવા શિક્ષણ સાથે જોડાયેલ પ્રવૃત્તિઓ સાથે સંબંધિત હોવો જોઈએ. જ્યાં સંસ્થાનો ઉદ્દેશ્ય નફો મેળવવાનો હોવાનું જણાય, તે સંસ્થા આવકવેરા કાયદાની કલમ 10 (23C) હેઠળ છૂટ મેળવવા માટે હકદાર નથી. દૂરગામી પરિણામવાળો આ નિર્ણય ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ અને જસ્ટિસ પી.એસ. નરસિમ્હાએની બેન્ચે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને શૈક્ષણિક ટ્રસ્ટોની અરજીઓ ફગાવતા સંભળાવ્યો છે. આવકવેરા કાયદામાં છૂટનો દાવો કરતી શૈક્ષણિક સંસ્થાઓએ અરજીઓમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. હાઈકોર્ટે પણ આવકવેરા કાયદામાં છૂટનો દાવો કરતી તેમની અરજીઓ ફગાવી દીધી હતી.
નિર્ણયની તારીખથી અમલમાં આવશે
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં આવકવેરા કાયદાની કલમ 10 (23C) નું અર્થઘટન કરતી વખતે આ વ્યવસ્થા આપી છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય ચુકાદાની તારીખથી અસરકારક માનવામાં આવશે. ચુકાદામાં શિક્ષણનું મહત્ત્વ સમજાવતા કોર્ટે કહ્યું કે શિક્ષણ એ ચાવી છે જે જીવનના સુવર્ણ દરવાજા ખોલે છે. જ્ઞાન-આધારિત, માહિતી આધારિત સમાજમાં, શિક્ષણ અને પહોંચ જ સાચી સંપત્તિ છે.
અગાઉના નિર્ણયને રદ કર્યો
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે આવકવેરા કાયદાની કલમ 10 (23C) હેઠળ છૂટ મેળવવા માટે, શૈક્ષણિક ટ્રસ્ટ અથવા સંસ્થાનો એકમાત્ર હેતુ શિક્ષણ હોવો જરૂરી છે. કોર્ટે કહ્યું કે કાયદાની કલમ 10 (23C) અને 11 (4A) માં આપવામાં આવેલ નફો શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેમ કે પુસ્તકો, સ્કૂલ બસો અને હોસ્ટેલ વગેરેના વેચાણથી મેળવેલા નફાનો સંદર્ભ આપે છે. કોર્ટે ચુકાદામાં ઉદાહરણો આપ્યા છે અને સમજાવ્યું છે કે નફાને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે કેવી રીતે સંબંધિત ગણવામાં આવશે અને કયા નહીં. સર્વોચ્ચ અદાલતે અમેરિકન હોટેલ અને ક્વીન્સ એજ્યુકેશન સોસાયટીના નિર્ણયમાં કરવામાં આવેલ ફક્ત શબ્દની વ્યાખ્યા અને અર્થના અંશને રદ્દ કરી દીધો છે.
રાજ્યોના રજીસ્ટ્રેશનના નિયમોનું પાલન કરવું પડશે
અદાલતે તેના નિર્ણયમાં એમ પણ કહ્યું છે કે એવા કિસ્સાઓમાં આવકવેરા કાયદાની કલમ 10(23C) હેઠળ લાભ મેળવવા માટે, ટ્રસ્ટે રાજ્યના કાયદાઓ અને સ્થાનિક કાયદામાં રજીસ્ટ્રેશન કરાવવાનો નિયમ પણ હશે જ્યાં ટ્રસ્ટે એ રાજ્યના કાયદા અને સ્થાનિક કાયદાનું પાલન કરવું પડશે. બેન્ચે કહ્યું, ‘જો સંજોગોવસાત પોતાના ઉદ્દેશ્યોને પૂર્ણ કરતી વખતે નફો મેળવે છે, તો તેણે અલગ એકાઉન્ટ્સ રાખવા પડશે. આ મંજૂરી માત્ર એ જ પરિસ્થિતિમાં છે જ્યાં પ્રવૃત્તિ શિક્ષણની હોય અથવા શિક્ષણ સાથે સંબંધિત હોય. સાથે જ જ્યાં આપેલ વર્ષ અથવા વર્ષોમાં સરપ્લસ એકત્ર થાય છે, તો તે પ્રતિબંધિત નથી. પણ શરત છે કે આ સરપ્લસ શિક્ષણ અથવા શૈક્ષણિક પ્રવૃત્તિઓ પ્રદાન કરતી વખતે ઉદ્ભવ્યું હોય.