અમદાવાદમાં AIMIM અને ભાજપની ગુપ્ત બેઠક થઈ હોવાને લઈને રાજકારણ ગરમાયું છે. આપ પાર્ટીના ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ આ મામલે ટ્વીટ પણ કર્યું હતું.
તેમણે બન્ને પક્ષોની સાંઠગાંઠનો આરોપ મુક્યો છે. ઓવૈસીની પાર્ટી ભાજપની બી ટીમ હોવાનો દાવો આપ નેતાઓ કરી રહ્યા છે. અમદાવાદના મેયર અને ભાજપના નેતાઓએ એઆઈએમ પક્ષના નેતા સાથે બેઠક થવાની વાત સામે આવતા ચર્ચાએ જોર પકડતા આ મામલે એઆઈએમઆઈએમ બાદ મેયરે પણ તેમની પ્રતિક્રીયા સાથે દાવો કર્યો હતો કે, આ બે બુનિયાદી વાતો છે.
ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં મેયરે કહ્યું હતું કે, આ બેબુનિયાદી વાતો છે. ગયા વીકમાં પ્રોશેસ હાઉસના વ્યાપારીઓ સાથે દાણીલિમડા અને બહેરામપુરાના વ્યાપારીઓ સાથે એસટીપી પ્લાન્ટ 166 કરોડના ખર્ચે બન્યો છે તેની મુલાકાત માટે ત્યાંના એસો.ના પદાધિકારીઓ આવેલા અને તે બિન રાજકીય લોકો હતા.
આ પીએમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો જેથી આવતા વીકમાં તેઓ આવે તો તેમના હસ્તે આનું લોકાર્પણ કરવામાં આવે તેવો આગ્રહ હતો. જેથી સ્થળ તપાસ માટે માટે એએમસીના અધિકારી અને ટીમ સ્થળ મુલાકાતે ગયા હતા અને કામ બાકી હતું. અમારે કોઈ પાર્ટી સાથે જવાની જરૂર નથી. તેમ તેમણે દાવો કરતા કહ્યું હતું.
ત્યારે આ મામલે સાબિર કાબલીવાલાએ કહ્યું, કોઈ મિટીંગ એઆઈએમઆઈની ઓફિસમાં નથી થઈ. આ સાથે એ પણ સ્પષ્ટતા કરી છે કે, આ મિટીંગ પીરાણા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મુદ્દે યોજવામાં આવી હતી.