આરએસએસ ના જુના કાર્યકર અને પ્રખર જનસંઘી નારસીભાઇ પઢીયાર અને જીતુભાઈ ભીંડીના સમગ્ર પરિવારને મળી જૂની વાતો વાગોળી હતી જેમાં વડાપ્રધાનનો જૂનાગઢનો કાર્યક્રમ નક્કી થતા સ્વ નારસિંહભાઈ પઢીયાર પરિવારના યોગીભાઈએ અને તેમના ભત્રીજાએ વડાપ્રધાનને મેલ કરી મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી આ ઉપરાંત જીતુભાઈ ભીંડીએ વડાપ્રધાનના પી.એ સંજય ભાવસાર સમક્ષ નરેન્દ્ર મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બંને પરિવારની પીએમઓ માંથી તમામ વિગતો મેળવી અને મળવાની ખુદ વડાપ્રધાને સંમતિ આપી હતી. નારસિંહભાઈ પઢીયાર પરિવારના 13 લોકો મળ્યા હતા જેમાં વડાપ્રધાને સ્વર્ગસ્થ નારસીભાઈ અને તેમની પત્ની ને યાદ કર્યા હતા સ્વ નારસીભાઈની મોટા પુત્રી ગીતાબેન ખૂબ જ નાની ઉંમરે પોતાની માતા સાથે સત્યાગ્રહ સમયે હેમાબેન આચાર્ય સાથે ગયા હતા તે વાત યાદ કરી હતી ગીતાબેન પોતે સંસ્કૃતના ટીચર છે જેથી તેઓએ વડાપ્રધાન અને લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નાનપણથી જ બાળકોને સંસ્કૃત અને સંસ્કૃતમાં શ્લોક શીખડાવવામાં આવે તેવું ફરજિયાત કરવામાં આવે તે જરૂરી છે હાલ અંગ્રેજીમાં વધતા જતા ચલણ સામે સંસ્કૃત ખૂબ જ જરૂરી છે જીતુભાઈ ભીંડી અને તેમના પરિવારના 10 સભ્યો મળ્યા હતા જેમાં જીતુભાઈ તેમના પત્ની બે પુત્રો બે પુત્ર વધુ અને ચાર પોત્રોને વડાપ્રધાન આદમી, ત્યારથી મળ્યા હતા જીતુભાઈએ પોતાના વડાપ્રધાનને પોતાના પરિવાર ની સાથે ઓળખાણ કરાવી હતી જેથી તેમના પરિવારના સભ્યોને વડાપ્રધાને આશીર્વાદ આપ્યા હતા