પ્રાંતિજ ના પોગલુ ખાતે પોસ્કો એકટ અંગે જાગૃતિ અંગે નો કાર્યક્રમ યોજાયો
– તાલુકા કાનૂની સેવા સમિતિ પ્રાંતિજ દ્વારા કાર્યક્રમ યોજાયો
– વિધાર્થીઓ વાલીઓ સહિત ગામજનો ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પોગલુ ખાતે બાળકોને જાતીય ગુના સામે રક્ષણ આપતો કાયદો પોસ્કો એકટ અંગે જાગૃતિ લાવવાના ભાગ રૂપે એક સેમિનાર પોગલુ ખાતે યોજાઈ ગયો
પ્રાંતિજ ના પોગલુ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ પ્રાંતિજ દ્વારા બાળકોને જાતીય ગુના સામે રક્ષણ કાયદો પોસ્કો એકટ અંગે જાગૃતિ લાવવાના ભાગ રૂપે એક સેમિનાર પોગલુ ખાતે આવેલ શ્રી.એસ.જી.પટેલ હાઈસ્કૂલ પોગલુ ખાતે યોજાયો જેમા મહંત સુનિલદાસજી મહારાજ , ભગવતીબેન પટેલ , નટુભાઈ પટેલ , અનુજભાઈ પટેલ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ ના પેરાલીગલ વોલેન્ટરીયસ નટુભાઈ બારોટ હાજર રહીને પોસ્કો એકટ વિશે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી અને આવા ગુનાઓ બનતા અટકાવવા પડશે સહિત નુ માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ તો તાલુકા કાનૂની સેવા સમિતિ પ્રાંતિજ ના સેકેટરી હિમાંશુભાઇ ના માર્ગદર્શન હેઠળ ૨૬ સપ્ટેમ્બર થી ૨૦ ઓક્ટોબર સુધી પ્રાંતિજ તાલુકાની તમામ હાઈસ્કૂલોમા આ અભિયાન ચાલ્યુ હતુ