જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કાલે બપોરે ત્રણ વાગ્યે વડાપ્રધાનની સભા યોજાઈ હતી પરંતુ તેમાં અલગ અલગ જિલ્લામાંથી લોકોની મેદની એકત્ર કરવા સેકડો એસટી બસ અને ખાનગી વાહનોમાં લોકોને લાવવામાં આવ્યા હતા. કાલે સવારે 11 વાગ્યા આસપાસ બસ આવવાનું શરૂ થઈ ગયું હતું. વંથલી રોડ પર થઈને આવેલી સેકડો બસ ની મધુરમ થી મોતીબાગ સુધી એસ ટી બસ તેમજ અન્ય વાહનોની કતાર લાગી હતી સભા સ્થળ પાર્કિંગ થી બે કિમી દૂર હોવાથી બસમાં આવેલા લોકોએ આંકડા તડકામાં પદયાત્રા કરવી પડી હતી બપોર બાદ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો. વંથલી રોડ પરથી આવતા વાહનોને બાયપાસ પર થઈને ચોબારી રોડ ઝાંઝરડા ચોકડી થઈને ડ્રાઇવર કરવામાં આવ્યા હતા જ્યારે સરદારબાગથી મોતીબાગ જતા વાહનોને ઝાંઝરડા રોડ અંડર બ્રિજથી ચોબારી રોડ અને ઝાંઝરડા ચોકડી તરફ ડાઈવટૅ કરવામાં આવ્યા હતા. વંથલી રોડ પર થઈને વિસાવદર મેંદરડા સાસણ તરફના ભારે વાહનોને ખામધ્રોળ ચોકડી થી મજેવડી દરવાજા ગિરનાર રોડ પર થઈને કાળવા ચોક થઈને ડાઈવર કરાયા હતા અને લોકોએ અને વાહન ચાલકોએ હેરાન થવું પડ્યું હતું