પૂર્વ મંત્રી અને મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન કરોડોના બોગસ કૌભાંડ કેસમાં જેલમાં છે ત્યારે હવે વિપુલ ચૌધરીએ પોતાને જામીન મળે તે માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. વિપુલ ચૌધરીએ તેમના દ્વારા કરાયેલી આ અરજીમાં કહ્યું હતું કે તેમની ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય દબાણ થઇ રહ્યું છે તેમ તેની અરજીમાં જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે પોતે 2015માં ચેરમેન પદેથી મુક્ત થયા બાદ સાત વર્ષના અંતરાલ બાદ કરાયેલી ફરિયાદ પાયા વિહોણી હોવાથી પણ રજુઆત હાઇકોર્ટને કરી હતી. પૂર્વ ચેરમેન અને પૂર્વ મંત્રી વિપુલ ચૌધરીએ નિયમિત જામીન પર મુક્ત કરવામાં આવે તેવી વિપુલ ચૌધરીએ હાઇકોર્ટમાં અરજી કરી છે.
વિપુલ ચૌધરીએ કરેલી હાઇકોર્ટમાં અરજીનો ગુજરાત રાજ્ય સરકાર તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે આ અરજીના પ્રત્યુત્તરમાં એન્ટીકરપ્શન બ્યુરોને વિપુલ ચૌધરી સામે મળેલા પુરાવાઓ અંગે ગુજરાત હાઇકોર્ટને જાણકારી આપી છે. નોંધનીય છે કે પૂર્વ મંત્રી અને પૂર્વ ચેરમેન તેમના કાર્યકાળ દરમિયાન 300 કરોડ રૂપિયાનું કોંભાડ આચર્યું હોવાથી ACBએ વિપુલ ચૌધરી પર કેસ કર્યો છે.