વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢના મહેમાન બનવાના છે ત્યારે ચાર વર્ષ પહેલા જૂનાગઢમાં વડાપ્રધાનના હસ્તેજ લોકા પત સિવિલ હોસ્પિટલ બિલ્ડીંગના તાઉતે વાવાઝોડામાં એલીવેશન અને કાચને નુકસાન થયું હતું. તો આવું તે વાવાઝોડામાં અવદશા બાદ તેનું ફરી રીપેરીંગ કરવામાં આળસ કરવામાં આવી રહી છે વડાપ્રધાનની મુલાકાત લઇ ડિવાઇડર પર રંગ રોગાન અને શહેર સુશોભન સાથે હોસ્પિટલની મરામત કરાવવામાં આવે એવી માંગ ઉઠી છે કરોડોના ખર્ચે બનેલી જૂનાગઢની અધ્યતન નવી સિવિલ હોસ્પિટલ ની બિલ્ડીંગનું વડાપ્રધાને વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું પરંતુ તાઉતે વાવાઝોડામાં નવી સિવિલ હોસ્પિટલના એલીવેશનના કાચ તૂટી ગયા હતા વાવાઝોડા બાદ રીપેરીંગ કરવામાં ન આવતા હાલ કાચ તૂટેલી હાલતમાં છે અને સિવિલ હોસ્પિટલ બિલ્ડીંગની હાલત ખાલી બોક્સ જેવી જોવા મળી રહી છે હાલ વડાપ્રધાનના આગમનને લઈ ડિવાઇડર પર રંગ રોગાન સહિતની શહેર સુશોભન કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાનના હસ્તે લોકાર્પિત થયેલી સિવિલ હોસ્પિટલનું પણ રીનોવેશન કરવામાં આવે એવી માંગ ઉઠી છે આમ જુનાગઢ ની સિવિલ હોસ્પિટલ ની બિલ્ડીંગનું રીનોવેશન થાય તે તેવી લોકો માંગ કરી રહ્યા છે