26.9 C
Kadi
Tuesday, May 30, 2023

અદાણી ગ્રુપ 5 વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પર ₹10,000 કરોડનું રોકાણ કરશે, જાણો સંપૂર્ણ પ્લાન વિગતવાર


બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે રોકાણકારો સમક્ષ અદાણી જૂથના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે અમદાવાદ એરપોર્ટને પ્રાદેશિક હબ બનાવવામાં આવશે. અહીંથી ભુજ, કંડલા, જામનગર અને ભાવનગરને જોડવાની યોજના છે. જૂથને અપેક્ષા છે કે આનાથી એરપોર્ટની વાર્ષિક ક્ષમતા 9 મિલિયનથી વધીને 28 મિલિયન મુસાફરો થશે. તમને જણાવી દઈએ કે, નવેમ્બર 2020થી અમદાવાદ એરપોર્ટનું નિયંત્રણ અદાણી ગ્રુપ પાસે છે.

અમદાવાદ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. કંપનીનું માનવું છે કે હોટેલ રૂમ બુકિંગમાં વાર્ષિક ધોરણે 8.59 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ગ્રૂપ દ્વારા 2025 સુધીમાં એરપોર્ટનો કોમર્શિયલ વિસ્તાર 2000 ચોરસ ફૂટથી વધારીને 9000 ચોરસ ફૂટ થવાની અપેક્ષા છે. ગ્રુપ એરપોર્ટ પર વધુ આઉટલેટ ખોલવાની યોજના પર પણ કામ કરી રહ્યું છે.

અદાણી ગ્રૂપ પાસે લખનૌ, જયપુર, તિરુવનંતપુરમ, અમદાવાદ, મેંગલુરુ, અમદાવાદ અને ગુવાહાટી એરપોર્ટના સંચાલનની જવાબદારી છે. સરકાર દ્વારા કરાયેલી બિડને પગલે ગ્રૂપે 2019માં આ એરપોર્ટ્સ પર નિયંત્રણ મેળવ્યું હતું. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન અદાણી ગ્રુપે એવિએશન સેક્ટરમાં ભારે રોકાણ કર્યું છે. ગ્રુપે મંગળવારે એર વર્ક્સને રૂ. 400 કરોડમાં હસ્તગત કરી હતી. તે ભારતની બીજી સૌથી જૂની કંપની છે જે એરક્રાફ્ટની જાળવણી કરે છે. અહીં એરલાઇન્સ, બિઝનેસ જેટ અને ડિફેન્સ એરક્રાફ્ટની જાળવણી કરવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!