અમરેલીમાં મહિલાને મકાન ખાલી કરવાનું કહી મારી નાખવાની ધમકી
અમરેલીમાં રહેતી એક મહિલાને મકાન ખાલી કરવા મુદ્દે ગાળો આપવામાં આવી હતી. ઉપરાંત જો મકાન ખાલી નહીં કરે તો જીવતી નહીં રહેવા દઉં તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી. ધમકીથી ફફડી ઉઠેલી પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અમરેલીમાં રહેતા કોકિલાબેન મકાભાઈ ચૌહાણ (ઉ.વ.૩૫)એ મોટા માચિયાળા ગામે રહેતા શારદાબેન તથા નરસિંહભાઈ પીઠાભાઈ સોંદરવા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમના ઘરે આવીને મારું મકાન ખાલી કરી દો, તારા સોનાના ઘરેણા મને આપી દે તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતાં આરોપીએ ઉશ્કેરાઈને ઢીકાપાટુ માર્યા હતા. ઉપરાંત જતાં જતાં મારું
મકાન ખાલી નહીં કરે તો અમે બીજીવાર આવીશું ત્યારે કોઈને જીવતાં નહીં રહેવા દઈએ તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ બી.ડી.અમરેલીયા વધુ તપાસ કરી રહ્યા છે.અમરેલીમાં રહેતી એક મહિલાને મકાન ખાલી કરવા મુદ્દે ગાળો આપવામાં આવી હતી. ઉપરાંત જો મકાન ખાલી નહીં કરે તો જીવતી નહીં રહેવા દઉં તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી. ધમકીથી ફફડી ઉઠેલી પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી