16.9 C
Kadi
Sunday, February 5, 2023

રાજકોટવાસીઓ આતશબાજી જોવા થઈ જાવ તૈયાર: રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે ભવ્ય આતશબાજી


દર વર્ષની જેમ આ વર્ષે પણ રજકોવસીઓ આતશબાજીની મોજ માણી શકશે. કોરોના કારણે છેલ્લા બે વર્ષથી બંધ રહેલ આતશબાજી આ વર્ષે રાજકોટના રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે સાંજે 7:30 કલાકે યોજાશે જેમાં લગ અલગ ૧૮ પ્રકારના ફટાકડા ફોડવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી દિવાળીના તહેવારોના અનુસંધાને આતશબાજી નું આયોજન કરવામાં આવે છે. આ આતશબાજીમાં ખુબ જ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેશે. આતશબાજીમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળે છે. આ વર્ષ કાલે શનિવાર ધનતેરસના શુભ દિવસે સાંજે 7:00 કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે આતશબાજીનું આયોજન કરવામાં આવે છે. જેનું ઉદ્ઘાટન સંસદ સભ્ય તથા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ હસ્તે થશે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યના વાહન વ્યવહાર નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં યોજાશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા વિગેરે ઉપસ્થિત રહેશે.આતશબાજીમાં પ્રવેશ માટે બહુમાળી ભવન ચોક પાસેના ચબૂતરા પાસેના માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમના ગેઇટથી અને ઇન્ડોર સ્ટેડિયમ પાસેના ગેઇટથી પ્રવેશ મળશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારના અનુસંધાને આતશબાજી આકાશી રંગોળી માણવા શહેરીજનોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!