પુણેમાં શુક્રવારે ચેમ્બરની સફાઈ કરતી વખતે એક દર્દનાક અકસ્માત થયો હતો. અહીં સફાઈ કરતા 3 કર્મચારીઓના મોત થયા છે. PMRDA ફાયર બ્રિગેડે આજે સવારે બે મૃતદેહ બહાર કાઢ્યા હતા, પરંતુ સવારથી એક કર્મચારીની શોધ ચાલુ છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ચેમ્બરમાં કામ કરવા ગયેલા ત્રણેય કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે.
આ અકસ્માત પુણેના વાઘોલી વિસ્તારમાં થયો હતો. ફાયર બ્રિગેડ પાસેથી મળેલી માહિતી મુજબ આ ઘટના શુક્રવારે સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ બની હતી. વાઘોલી વિસ્તારમાં મોસેસ કોલેજ રોડ પર આવેલી સોસાયટીની ચેમ્બરમાં ત્રણ કર્મચારીઓ કામ કરતા હતા. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, તેમાંથી 2ના મોત ઓક્સિજન સપ્લાયના અભાવે થયા છે. પીએમઆરડીએના ફાયર ફાઈટરોએ બે મૃતદેહ બહાર કાઢ્યા છે, જ્યારે એકની શોધ હજુ ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સફાઈ કામદારો 18 ફૂટ ઉંડી ટાંકીમાં ઉતર્યા હતા.
આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવને લઇને હાલ સફાઇ કામદારોની લાશને બહાર કાઢવામાં આવી છે. અને હજુ પણ શોધખોળ ચાલુ છે. જોકે આગામી બાદમાં ફાયર વિભાગ દ્વારા વધુ જાણકારી બહાર પાડવામાં આવશે.