38.9 C
Kadi
Wednesday, May 31, 2023

વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો


સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિભાગોના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. વિશ્વાસથી વિકાસયાત્રાનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયો હતો. આ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને પંડિત દિન દયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

….આ કાર્યક્રમમાં સંબોધન કરતા વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે જનસુખાકારીના મંત્રને વરેલી આ ડબલ એન્જિન સરકારે વિવિધ લોકાર્પણ અને ખાતમુર્હુત કરીને દિવાળી પહેલા લોકોને મોટી ભેટ આપી જનસુખાકારીમાં વધારો કર્યો છે. છેલ્લા ૨૦ વર્ષમાં સરકારે કરેલા વિકાસની આ ઉજવણીના ભાગરૂપે આજે જિલ્લામાં રૂ. ૩૫.૫૩ કરોડના ૨૧૦ કામોના ઈ-ખાતમુર્હુત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩માં ગત વર્ષ કરતાં ૧૭ હજાર કરોડ રૂપિયાના વધારા સાથે ૨ લાખ ૪૪ હજાર કરોડ રૂપિયાનું ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આપવામાં આવ્યું છે. વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલે આ અવસરે ત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. ત્યારબાદ સરકારની સિદ્ધિઓ વર્ણવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર કે.સી.સંપટ દ્વારા સ્વાગત પ્રવચન અને જિલ્લા આયોજન અધિકારી એન.જી.પટેલ દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના વિવિધ વિભાગોના રૂ.૧૨૫૩ કરોડના ૪૧૫૭ કામોના ઈ-લોકાર્પણ અને રૂ.૨૦૮૫ કરોડના ૧૨,૨૦૨ કામોના ઈ-ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા. આ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રૂ. ૩૫.૫૩ કરોડના ૨૧૦ કામોના ઈ-લોકાર્પણ અને રૂ. ૪૬.૫૭ કરોડના ૩૧૨ કામોના ઈ-ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા. આ વિકાસ યાત્રા કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, નગરપાલિકા કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા, પૂર્વ સાંસદશ્રી શંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્ય સર્વ વર્ષાબેન દોશી, ધનરાજભાઇ કૈલા, અગ્રણી સર્વ જગદીશભાઈ મકવાણા, જયેશભાઈ પટેલ, ધીરુભાઈ સિંધવ, નિવાસી અધિક કલેકટર દર્શનાબેન ભગલાણી, વઢવાણ પ્રાંત અધિકારી દિપેશ કેડિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.રાયજાદા સહિત વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!