ભચાઉ એસટી બસ સ્ટેશનમાં રાત્રે બસની અંદર ફાયર સેફટી માટે રખાયેલી બોટલમાંથી પ્રવાહી સાથે ધૂમાડો નીકળતાં એસટી બસમાં આગની અફવા ફેલાઈ હતી. બસમાંથી પ્રવાસીઓએ ભાગાભાગી કરી હતી. રાત્રિના 8:30 વાગે આવેલી ભુજ થી મધ્યપ્રદેશ ના પીટોલ જતી એસટી બસમાં દિવાળી વેકેશનને લઈને ભારે ભીડ હોતા કોઈ પ્રવાસીનો સામાન ભરેલો થેલો આગ ઓલાવવા માટે ફાયર સેફટી તરીકે ઉપયોગમાં લેવાતી બોટલ પર મુકાયો હતો. બસ ખાલી થતા જ બસ સ્ટેશનમા ઉભેલા મુસાફરોમાં પણ નાસભાગ મચી ગઇ હતી. હાલ બસ સ્ટેશનમાં દિવાળીના તહેવારોને લઈને લોકોની ભારે ભીડ જોવા મળી છે ત્યારે બસમાં લાગેલી આગ એ એક અફવા જ હોવાથી ડેપોના મેનેજર અને કર્મચારીઓએ તેમજ પ્રવાસીઓને હાશકારો થયો હતો.ભચાઉ એસટી બસ સ્ટેશનમાં રાત્રે બસની અંદર ફાયર સેફટી માટે રખાયેલી બોટલમાંથી પ્રવાહી સાથે ધૂમાડો નીકળતાં એસટી બસમાં આગની અફવા ફેલાઈ હતી. બસમાંથી પ્રવાસીઓએ ભાગાભાગી કરી હતી. રાત્રિના 8:30 વાગે આવેલી ભુજ થી મધ્યપ્રદેશ ના પીટોલ જતી એસટી બસમાં દિવાળી વેકેશનને લઈને ભારે ભીડ હોતા કોઈ પ્રવાસીનો સામાન ભરેલો થેલો આગ ઓલાવવા માટે ફાયર સેફટી તરીકે ઉપયોગમાં લેવાતી બોટલ પર મુકાયો હતો. બસ ખાલી થતા જ બસ સ્ટેશનમા ઉભેલા મુસાફરોમાં પણ નાસભાગ મચી ગઇ હતી. હાલ બસ સ્ટેશનમાં દિવાળીના તહેવારોને લઈને લોકોની ભારે ભીડ જોવા મળી છે ત્યારે બસમાં લાગેલી આગ એ એક અફવા જ હોવાથી ડેપોના મેનેજર અને કર્મચારીઓએ તેમજ પ્રવાસીઓને હાશકારો થયો હતો.