પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવા નિર્વૃત થઈ રહ્યા છે. તેઓ આગમી પાંચ અથવાડીયામાં નિવૃત થશે તેવા સમચારો સામે આવી રહ્યા છે. અલગ-અલગ એજન્સીઓને પણ તેમણે નિવેદન આપ્યા છે. તેવામાં તેમની નિવૃતીના સમાચારને પગલે રાજકારણ ગરમાયું છે.
પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ કહ્યું છે કે તેઓ આગામી પાંચ અઠવાડિયામાં નિવૃત્ત થઈ જશે અને એક્સ્ટેન્શનની માંગ કરશે નહીં.પાકિસ્તાની જિયો ન્યૂઝે આ જાણકારી આપી છે. કમર જાવેદ બાજવા નવેમ્બર 2022માં નિવૃત્ત થવા જઈ રહ્યા છે. બાજવાના આ નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ હવે આર્મી ચીફ નથી, તેથી હવે તમામની નજર આગામી આર્મી ચીફ કોણ હશે તેના પર છે.
બીજી તરફ, પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાને કહ્યું હતું કે ઓક્ટોબર મહિનામાં ચૂંટણી યોજવી જોઈએ જેથી રાજકીય વિરોધીઓ વર્તમાન સેના પ્રમુખ જનરલ બાજવાના ઉત્તરાધિકારીની પસંદગી ન કરી શકે. આની પાછળ, ઈમરાન માને છે કે જો નવી ચૂંટણીઓ હાથ ધરવામાં આવે તો તેઓ જીતી શકે છે અને આ તેમના વિરોધીઓને લવચીક આર્મી ચીફની નિમણૂક કરવાથી રોકી શકે છે. ઈમરાનનો આરોપ છે કે સરકાર પોતાની પસંદગીના આર્મી ચીફ બનાવવા માંગે છે, જેથી તે પોતાના ભ્રષ્ટાચારને ઢાંકી શકે.