દિવાળી નિમિત્તે પશુપાલકોને અમૂલ ડેરીએ મોટા સારા સમાચાર આપ્યા છે. આ લાભ દૂધની ખરીદીમાં પ્રતિ કિલો ફેટે રુ. 20નો વધારો કરવામાં આવ્યો છે.
પ્રતિ કિલોએ રુ. 20નો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે આણંદ, ખેડા, મહિસાગર જિલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે. દિવાળી નિમત્તે પશુપાલકો માટે મોટી ભેટ છે. છેલ્લા 7 મહિનામાં દૂધ ખરીદ ભાવમાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. અગાઉ લમ્પી વાયરની અસર થઈ હતી. 1 નવેમ્બરથી દૂધના ભાવમાં પશુપાલકોને લાભ મળશે. ઘાસચારાનો પણ વધારો અગાઉ કરાયો હતો. ત્યારે અમૂલ ડેરી દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રતિ કિલોએ 760 રુપિયા ફેટનો ભાવ કિલો દીઠ મળતો હતો ત્યારે હવે 780 રુપિયા ખેડૂતોને મળશે.
દૂધ સાગર બાદ અમૂલ ડેરી દ્વારા પણ આ વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલે પશુપાલકોને ફેટ દીઠ દૂધમાં 10 રુપિયા વધુ મળશે. છેલ્લા કેટલાક સમયથી ડેરી ઉદ્યોગમાં વધારો થઈ રહ્યો છે. સહકાર ખાતુ અસ્તિત્વમાં આવ્યા બાદ ગુજરાતમાં ડેરી પ્રોડક્ટ પર એક બાજુ વિશેષ ધ્યાનમાં આપવામાં આવી રહ્યું છે ત્યારે આ મામલે પશુપાલકનો સવલતો પણ મળી રહી છે.
ખાસ કરીને દૂધ સાગર ડેરીએ ખરીદ ભાવમાં વધારો કરતા તેની સાથે જોડાયેલા ગુજરાતના 6 લાખ 50 હજાર પશુપાલકોને તેનો સીધો ફાયદો થશે. દૂધ સાગર ડેરની જેમ અગાઉ સુરેન્દ્ર નગરની સુર સાગર ડેરી દ્વારા પણ ખરીદ ભાવમાં વધારો કરાયો હતો.