31.9 C
Kadi
Tuesday, May 30, 2023

સમગ્ર ગુજરાતમાં જન જનના “વિશ્વાસના વિકાસ”ની ભવ્ય યાત્રાના દ્વિતીય ચરણનો શુભારંભ


 સમગ્ર ગુજરાતમાં જન જનના “વિશ્વાસથી વિકાસ”ની ભવ્ય યાત્રા – દ્વિતીય ચરણનું આયોજન તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ કરવામાં આવી રહયું છે. અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે “વિશ્વાસથી વિકાસ” યાત્રા જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર.સી.મકવાણાના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો હતો. ડબલ એન્જિનની સરકાર થકી વિકાસ પ્રક્રિયા સતત અને અવિરત આગળ ધપી રહી છે. ગુજરાત આજે વિકાસનું પર્યાય‘ બન્યું છે. ઉદ્યોગ હોય કે હોય આરોગ્યશિક્ષણ હોય કે હોય ઈન્ફ્રાસ્ટ્રક્ચર! અને કૃષિ સહિત ! ગુજરાતે તમામ ક્ષેત્રમાં વિકાસની હરણફાળ‘ ભરી છે. આ વિકાસ છે અંદાજે સાડા છ કરોડ જનતાના અતૂટ વિશ્વાસનો! જિલ્લા કક્ષાના “વિશ્વાસથી વિકાસ” યાત્રા અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી અને અમરેલી જિલ્લા પ્રભારીમંત્રી શ્રી આર.સી.મકવાણાના હસ્તે રુ. ૩.૦૨૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૯૨ કામોનું ઈ-લોકાર્પણરુ. ૭.૮૩૪ કરોડના ખર્ચે તૈયાર થનાર ૮૨ કામોનું ઈ-ખાતમુહૂર્ત કરવામા આવ્યું હતું. સામાજિક વહીવટી વિભાગપંચાયતગ્રામ ગૃહ નિર્માણ વિભાગ અને માર્ગ અને મકાન વિભાગના કુલ રુ.૧૦.૮૫૮ કરોડના ખર્ચે ૧૭૪ વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી આર.સી.મકવાણાએ કાર્યક્રમમાં પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું કેઆજે સરકારની યોજનાઓનો લાભ લાભાર્થીઓને ઝડપથી મળી રહ્યો છેડબલ એન્જિનની સરકાર ઝડપથી વિકાસકાર્યોને ગતિ આપી રહી છે. સરકારે દરેક ક્ષેત્રમાં વિકાસકાર્યો હાથ ધર્યા છેરાજ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કેડબલ એન્જિનની સરકારમાં મહિલાલક્ષી યોજનાઓએ મહિલાઓને સશક્ત બનાવવામાં મદદ કરી છે.

 

           આ કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઈ કાછડીયાઅમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયાજિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાજિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી વસ્તાણીજિલ્લા – તાલુકાના પદાધિકારીશ્રીઓઅધિકારીશ્રીઓકર્મચારીશ્રીઓ અને જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!