ખનિજ ચોરી કરતા માફિયા ઉપલેટાના ગામમાં ફાવી ગયા હતા. કાયદા વ્યવસ્થાનાં ડર વગર ખૂલે આમ ચોરી કરતા. મામલદારે આ ખનિજ ચોરી રોકવા જાતે પોતે સ્થળ પર પહોંચી ગયા હતા તો તેમના ડરથી બધા ખનિજ ચોરો ગાયબ થઈ ગયા હતા અને સ્થળેથી લાખો રૂપિયાનો મુદદામાલ કબ્જે કર્યો હતો. ઉપલેટાના નાગવદર ગામે પેઢી ગયેલા ખનીજ ચોરો બેફામ ખનીજ ચોરી વર્ષ કરોડો રૂપિયા કમાઇ ખેડૂતોને રોડ ઉપર રખડતા કરી દીધા તેવા વેણુ નદીના કાંઠા વિસ્તારમાં મામલતદાર મહેશ ધનવાણી તેમની ટીમ સાથે ત્રાટકતા ખનીજ ચોરો મુદ્દામાલ મૂકી ભાગી છૂટ્યા હતા. સ્થળ પરથી રેતી ચારવાના ચારણા સહિત ચાર લાખ વીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસને સોંપી આપ્યો હતો. પકડાયેલા મુદામાલમાં રેતી ચારવાના સાત જેટલા લોખંડના મોટા ચારણા હાથ લાગ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખનીજ ચોરો એટલા આઝાદ છે કે મામલતદારની જીપ પાછળ સતત તેના માણસો દોડમાં હોય છે. મામલતદારની ગાડી કઇ બાજુ જાય છે. તે સતત લોકેશનો બાતમીદારો આપતા હોય છે. નાગવદર ગામે ખનીજ ચોરોને પકડવા જતા રસ્તામાં વરજાંગ જાળીયાના પાદરમાં ખનીજ ચોરોના બાતમીદારોના ધામા નાખીને પડ્યા પાથરીયા રહે છે.