29.9 C
Kadi
Wednesday, May 31, 2023

મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ઈલેક્શન એક્સપેન્ડિચર નોડલ ઑફિસર્સનો એક દિવસીય તાલીમવર્ગ યોજાયો


ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ઈલેક્શન એક્સપેન્ડિચર નોડલ ઑફિસર્સનો એક દિવસીય તાલીમવર્ગ યોજવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ની તૈયારીને અનુલક્ષીને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા ઈલેક્શન એક્સપેન્ડિચર નોડલ ઑફિસર્સની તાલીમ યોજવામાં આવી હતી. ગુજરાત ઈન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે યોજાયેલી એક દિવસીય તાલીમમાં ૩૩ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી સમયમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીઓ સુચારૂપણે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા રિટર્નિંગ ઑફિસર્સ સહિતના અધિકારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લાના રાયસણ ખાતે આવેલી ગુજરાત ઈન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે ઈલેક્શન એક્સપેન્ડિચર નોડલ ઑફિસર્સ એટલે રાજ્યના તમામ ૩૩ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય તાલીમ યોજવામાં આવી હતી.

તાલીમ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી  પી. ભારતી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીઓને ચૂંટણી ખર્ચ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. કુલદીપ આર્ય ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિષય લક્ષી માહિતી આપવામાં આવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!