ભરૂચ-અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પાસે હિટ એન્ડ રન ની ઘટનામાં એક બાઇક સવાર યુવક નું મોત
ભરૂચ જિલ્લામાં દિન પ્રતિ દિન અકસ્માત ની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે,જિલ્લામાં કેટલાય સ્થળે રોજ મ રોજ અકસ્માત સર્જાતા હોવાની માહિતી દર ૨૪ કલાકે સામે આવતી હોય તેવી સ્થિતિ નું સર્જન છેલ્લા એક માસ થી બનતું હોય તેમ સામે આવી રહ્યું છે,વિવિધ સ્થળે સર્જાતા અકસ્માતો ની ઘટનાઓના કેટલાક લોકો જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાક લોકો ઇજાગ્રસ્ત થઇસારવાર લેવા મજબૂર બનતા હોય છે,આજ પ્રકારની એક અકસ્માત ની ઘટના આજે સવારે ભરૂચ-અંકલેશ્વર માર્ગ પરથી સામે આવી છે,
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર નર્મદા મૈયા બ્રિજ પાસે આજે સવાર ના સમયે મોટર સાઇકલ નંબર GJ 16 BP 5425 ને લઇ પસાર થઇ રહેલા એક આશાસ્પદ યુવાન ને કોઇક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા યુવાનનું ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું,ઘટના બાદ એક સમયે સ્થળ ઉપર લોકો ના ટોળા જામ્યા હતા,
ઘટના અંગેની જાણ પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ વિભાગ ના કર્મીઓએ સ્થળ પર પહોંચી જઇ મૃતક ની લાશ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવા સાથે મામલે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથધરી હોવાનું સામે આવ્યું છે,