વર્ચ્યુઅલ વર્લ્ડનો મેટાવર્સ હવે રોજિંદા લાઇફ સ્ટાઇલનો એક ભાગ બની ગયો છે. લોકો મકાનો, દુકાનો, જમીન મેટાવર્સમાં વેચી રહ્યા છે, આ જોતા હવે ઇન્ટરપોલ પણ મેટાવર્સમાં પ્રવેશી છે. ઇન્ટરપોલે વિશ્વભરની કાયદા અમલીકરણ એજન્સીઓ માટે એક વિશેષ ડિઝાઇન મેટાવર્સ લોન્ચ કર્યું.
ગ્લોબલ પોલીસ બોડી દ્વારા દિલ્હીમાં આયોજિત 90મી મહાસભામાં આ માહિતી આપવામાં આવી છે. ઈન્ટરપોલ મેટાવર્સ સાથે નોંધાયેલા યુઝર્સ લિયોન, ફ્રાંસમાં ઈન્ટરપોલ જનરલ સેક્રેટરીએટ હેડક્વાર્ટરની વર્ચ્યુઅલ ટૂર લઈ શકે છે. આ માટે તેમને કોઈ જીયોગ્રાફિકલ કે ફિજીકલ બાઉન્ડ્રીનો સામનો કરવો પડશે નહીં. યુઝર્સ પણ આ મેટાવર્સમાં અન્ય અધિકારીઓ સાથે વાતચીત કરી શકે છે. યુઝર્સ તેમના અવતાર દ્વારા અન્ય અધિકારીઓ સાથે વાતચીત કરી શકે છે.
શું મેટાવર્સ પોલીસ કામ કરશે?
આ સાથે યુઝર્સને ફોરેન્સિક તપાસ અને અન્ય પોલીસિંગ ક્ષમતાઓના તાલીમ અભ્યાસક્રમોની તક મળશે. ઇન્ટરપોલના જણાવ્યા અનુસાર ઘણા યુઝર્સ મેટાવર્સમાં બઢોતરી થઇ છે અને આ ટેક્નોલોજી વધુ વિકાસ કરવાનું ચાલુ રાખશે. તેના કારણે ગુનાઓની લિસ્ટમાં પણ વધારો થશે. તેમાં ડેટા ચોરી, બાળકો સામેના ગુનાઓ, મની લોન્ડરિંગ, નાણાકીય છેતરપિંડી, રેન્સમવેર, ફિશિંગ અને અન્ય ગુનાઓનો સમાવેશ થશે.
આમાંના ઘણા પડકારો કાયદા અમલીકરણ એજન્સીઓ માટે હાજર છે. આવા ઘણા ગુનાઓ છે, જે વાસ્તવિક દુનિયામાં અપરાધની સીરીઝમાં આવે છે, પરંતુ ઓનલાઈન દુનિયામાં તેને અપરાધ તરીકે ગણવામાં આવતા નથી.
શું કહે છે અધિકારીઓ?
ઇન્ટરપોલના ટેક્નોલોજી અને ઇનોવેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મદન ઓબેરોયે જણાવ્યું હતું કે, “આ જોખમોને ઓળખીને, અમે હિતધારકો સાથે મળીને કામ કરી શકીએ છીએ. જેથી જરૂરી કાયદાકીય માળખું તૈયાર કરી શકાય અને ભવિષ્યના ગુનાહિત બજાર તૈયાર થાય તે પહેલા જ ખતમ કરી શકાય.