25.9 C
Kadi
Tuesday, May 30, 2023

નેત્રંગ તાલુકા પંચાયત માં મહિલા પ્રમુખ ની જગ્યાએ તેઓના પતિ વહીવટ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા


વહિવટદાર પતિ..?નેત્રંગ તાલુકા પંચાયત માં પ્રમુખ પત્ની અને કાર્ય પતિ કરતા હોય તેવા ડ્રશ્યો સામે આવ્યા

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પંચાયત નો એક વાયરલ વીડિયો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે,આ વાયરલ વીડિયોમાં તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખ ની નેમ પ્લેટ વારા ટેબલ પર જ એક વ્યક્તિ બેઠો હોય તેમ નજરે પડે છે સાથે સામે ની સાઈડ ઉપર કેટલાક રજૂઆત કરતા લોકો નજરે પડી રહ્યા છે,ન3બંને પક્ષે કોઈ બાબતે ચર્ચાઓ ચાલતી હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ માની શકાય તેમ છે,પરન્તુ આ વાયરલ વીડિયો ચર્ચામાં એટલે આવ્યો છે કે જે સ્થાને ચૂંટાયેલા જન પ્રતિનિધિ અને જે ને આ ખુરશી પર બેસવા ની સત્તા આપી છે તેઓની જગ્યા એ અલગ જ વ્યક્તિ જોવા મળી રહ્યો છે, આપ ને જણાવી દઈએ કે નેત્રંગ તાલુકા પંચાયત માં વર્તમાન પ્રમુખ તરીકે લીલા બેન માનસિંગ ભાઈ વસાવા છે,

પરન્તુ તેઓની ગેરહાજરીમાં તેઓના પતિ માનસિંગ ભાઈ વસાવા નાઓ જ પ્રમુખ ની ચેમ્બર માંથી બધો કાર્યભાર કરતા હોય તેવી ચર્ચાઓએ છેલ્લા કેટલાક સમય થી જોર પકડ્યું છે,જે બાદ હાલ એક વીડિયો અને કેટલાક ફોટો વાયરલ થયા છે જેમાં તેઓ પાસે કોઈ હોદ્દો ન હોવા છતાં સત્તા ની રૂહે તેઓ પ્રમુખની જગ્યાએ કામ કરી રહ્યા છે અને સાથે સાથે કેટલાક સ્થળે જાતે જ જઈ જે તે વિકાસ ના કાર્યોનું લોકાર્પણ જેવી કામગીરી ઓ પણ કરતા નજરે પડી રહ્યા છે,

અત્રે ઉલ્લેખનીય છે કે વાયરલ થયેલ આ પ્રકારના વીડિયો બાદ થી માનસિંગ ભાઈ વસાવા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે,અને લોકો પૂછી રહ્યા છે કે શુ પત્ની ના હોદ્દા નો આપ આ પ્રકારે ઉપયોગ કરી શકો છો..?આ પ્રકારના કાર્ય કરવા અંગેની સત્તા તમને કોણે આપી છે..?પ્રમુખની ગેરહાજરીમાં તમે ક્યા હોદ્દા નો ઉપયોગ કરી તમારી કામગીરી કરો છો..?હાલ આ તમામ બાબતો અને સવાલો વાયરલ વીડિયો બાદ થી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે,


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!