પ્રધાનમંત્રી જન ધન યોજના (PM Jan Dhan Yojana- PMJDY) હેઠળ લોકોને બેંકમાં જન ધન ખાતું ખોલવાની સુવિધા આપવામાં આવી છે. આ સરકાર દ્વારા શરૂ કરાયેલા સૌથી મહત્વાકાંક્ષી નાણાકીય પ્રોગ્રામમાનો એક છે. આ યોજના હેઠળ સૌથી ગરીબ લોકો પોતાનું બેંક ખાતું ખોલાવી શકે છે. જેમાં અનેકવિધ આર્થિક લાભો મળે છે. તો ચાલો જાણીએ આ ફાયદાઓ વિશે…
1.30 લાખ રૂપિયાનો લાભ
પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા એકાઉન્ટમાં એકાઉન્ટ હોલ્ડરને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે. તેમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. એકાઉન્ટ હોલ્ડરને 1,00,000 રૂપિયાનો અકસ્માત વીમો સાથે 30,000 રૂપિયાનો જનરલ ઈન્શ્યોરન્સ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો એકાઉન્ટ હોલ્ડરનો અકસ્માત થાય છે, તો 30,000 રૂપિયા આપવામાં આવે છે. જો આ અકસ્માતમાં એકાઉન્ટ હોલ્ડરનું મૃત્યુ થાય છે, તો એક લાખ રૂપિયા આપવામાં આવે છે, એટલે કે કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ મળે છે.
શું છે જનધન ખાતું ?
પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) એ સૌથી મહત્વાકાંક્ષી નાણાકીય પ્રોગ્રામ છે જે બેન્કિંગ / બચત અને ડિપોઝિટ ખાતાઓ, રેમિટન્સ, લોન, વીમા, પેન્શન સુધી પહોંચની ખાતરી આપે છે. આ એકાઉન્ટ કોઈપણ બેંક બ્રાન્ચ અથવા બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ (બેંક મિત્ર) આઉટલેટ પર ખોલી શકાય છે. PMJDY ખાતા ઝીરો બેલેન્સ સાથે ખોલવામાં આવી રહ્યા છે.
કેવી રીતે ખુલે છે એકાઉન્ટ ?
પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ જાહેર ક્ષેત્રની બેંકોમાં ખાતું વધુ ખોલવામાં આવે છે.પરંતુ, જો તમે ઇચ્છો તો તમે પ્રાઈવેટ બેંકમાં તમારું જન ધન એકાઉન્ટ પણ ખોલાવી શકો છો. જો તમારી પાસે બીજું કોઈ સેવિંગ એકાઉન્ટ છે તો તમે તેને જન ધન એકાઉન્ટમાં પણ બદલી શકો છો. ભારતમાં રહેતો કોઈપણ નાગરિક જેની ઉંમર 10 વર્ષ કે તેથી વધુ છે, તે જન ધન ખાતું ખોલાવી શકે છે.
આ ડોક્યૂમેન્ટની પડે છે જરૂર
જન ધન ખાતું ખોલવા માટે KYC હેઠળ ડોક્યૂમેન્ટની ચકાસણી જરૂરી છે. આ ડોક્યૂમેન્ટની મદદથી જનધન ખાતું ખોલાવી શકાય છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર આઈડી કાર્ડ, પાસપોર્ટ, મનરેગા જોબ કાર્ડ.
જનધન એકાઉન્ટમાં મળે છે આ લાભ
એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાની ઝંઝટથી છૂટકારો
સેવિંગ એકાઉન્ટ જેટલું વ્યાજ મળે છે
મોબાઈલ બેન્કિંગની સુવિધા પણ રહેશે ફ્રી
દરેક યુઝર્સને 2 લાખ રૂપિયા સુધી દુર્ઘટના વીમા કવર
10 હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા
કેશ ઉપાડવા અને શોપિંગ માટે રૂપે કાર્ડ મળે છે