પ્રથમ તબક્કામાં ૭૫,૦૦૦ જેટલાં નવા નિમણૂકોની નિમણૂક પત્ર એનાયત કરાયાં પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળ દ્વારા છ કર્મચારીઓને પ્રથમ ચરણમાં નિમણૂક પત્રો એનાયત કરાયાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આજરોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા અંતર્ગત ૧૦ લાખ કર્મચારીઓની ભરતી ઝુંબેશની શરૂઆત કરી હતી. જેનાં પ્રથમ ચરણમાં ૭૫,૦૦૦ નવા નિમણૂક પામેલાઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. દેશભરમાંથી પસંદ કરાયેલી નવી ભરતીઓ ભારત સરકારનાં ૩૮ મંત્રાલયો/વિભાગોમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળ દ્વારા છ કર્મચારીઓને પ્રથમ ચરણમાં નિમણૂક પત્રો એનાયત કર્યાં હતાં. આ નિમણૂક પામેલા કર્મચારીઓ પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળમાં આવેલ વિવિધ વિભાગોમાં કામગીરી બજાવશે. આ તકે સાંસદ ડો.ભારતીબેન શિયાળ, શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, ધારાસભ્ય વિભાવરીબેન દવે, એ.ડી.આર.એમ. કૃષ્ણલાલ ભાટીયા, સિનિયર ડી.સી.એમ. માસુક મહેમદ, સિનિયર ડી.પી.ઓ. અરિમા ભટનાગર સહિતનાં અધિકારીશ્રીઓ-પદાધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રથમ તબક્કામાં ૭૫,૦૦૦ જેટલાં નવા નિમણૂકોની નિમણૂક પત્ર એનાયત કરાયાં પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળ દ્વારા છ કર્મચારીઓને પ્રથમ ચરણમાં નિમણૂક પત્રો એનાયત કરાયાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આજરોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા અંતર્ગત ૧૦ લાખ કર્મચારીઓની ભરતી ઝુંબેશની શરૂઆત કરી હતી. જેનાં પ્રથમ ચરણમાં ૭૫,૦૦૦ નવા નિમણૂક પામેલાઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. દેશભરમાંથી પસંદ કરાયેલી નવી ભરતીઓ ભારત સરકારનાં ૩૮ મંત્રાલયો/વિભાગોમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળ દ્વારા છ કર્મચારીઓને પ્રથમ ચરણમાં નિમણૂક પત્રો એનાયત કર્યાં હતાં. આ નિમણૂક પામેલા કર્મચારીઓ પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળમાં આવેલ વિવિધ વિભાગોમાં કામગીરી બજાવશે. આ તકે સાંસદ ડો.ભારતીબેન શિયાળ, શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, ધારાસભ્ય વિભાવરીબેન દવે, એ.ડી.આર.એમ. કૃષ્ણલાલ ભાટીયા, સિનિયર ડી.સી.એમ. માસુક મહેમદ, સિનિયર ડી.પી.ઓ. અરિમા ભટનાગર સહિતનાં અધિકારીશ્રીઓ-પદાધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં.