માંગરોળ યાર્ડમાં એપ્રિલ માસમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ખેડૂત વિભાગની મંડળીઓનો નિયમ વિરુદ્ધ સમાવેશ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ થતા રાજ્યના ખેત બજાર અને ગ્રામ અર્થતંત્રના નિયમ કે માંગરોળ ખેડૂત વિભાગની ચૂંટણી રદ કરવા અને ત્રણ માસ માં નવેસરથી ચૂંટણી કરવા આદેશ કર્યો છે આ અંગેની વધુ વિગત મુજબ માંગરોળ માર્કેટ યાર્ડમાં ગત એપ્રિલ માસમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી
જેમાં મતદાર યાદીમાં ખેડૂત વિભાગની 13 મંડળીઓનો નિયમ વિરુદ્ધ સમાવેશ કરવામાં આવ્યા ની માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખે ચૂંટણી અધિકારી અને જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળી ને વાંઢો અરજી આપવામાં આવી હતી પરંતુ તે નકારવામાં આવી હતી આથી રાજ્ય ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નિયામકને અપીલ કરવામાં આવી હતી આ અપીલ ચાલી જતા ખેત નિયામક કે અપીલ ગ્રાહ્ય રાખી તારીખ 19 10 2022 ના માંગરોળ યાર્ડના ખેડૂત વિભાગના 10 સભ્યોની ચૂંટણી રદ કરવા અને ત્રણ માસમાં નવેસરથી ચૂંટણીની કાર્યવાહી કરવા હુકમ કર્યો છે હાલ આ બાબતને લઈને માંગરોળ સહકારી ક્ષેત્રના રાજકારણમાં ચર્ચા વ્યાપી છે