પોરબંદર સહિત દેશભરમાં દિપાવલીના તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ લોકો ખરીદી કરવા બજારોમાં પહોંચી રહ્યાં છે. ત્યારે પોરબંદરના કેદારેશ્વર વેપારી મિત્ર મંડળ દ્વારા એક અનોખી પહેલ હાજ ધરવામાં આવી છે. વેપારી મિત્ર મંડળ દ્વારા બંગડી બજારમાં ગેટ બનાવ્યો છે જેમાં બેનરોમાં અલગ અલગ સ્લોગનો લખવામાં આવ્યા છે. વેપારીઓએ આ બેનરોમાં એવો ઉલ્લેખ કર્યો કે ઓનોલાઇન છોડો, વ્યાપારી સે નાતા જોડો, ઓનલાઇન ખરીદી કરી છેતરાસો નહીં તેવા અલગ સ્લોગનો સાથે ગ્રાહકોને સાવધાન કર્યા હતા.
આજના આધુનીક યુગમાં અને ખાસ કરીને કોરોના મહામારીના બે વર્ષ બાદ લોકો ઓનલાઇન ખરીદી તરફ વળ્યા છે. સ્થાનીક બજારોમાં જાવાને બદલે મોબાઇલ ફોનના માધ્યમથી જ તમામ ચીજવસ્તુઓની ખરીદી કરવા વળ્યા છે. ત્યારે પોરબંદર કેદારેશ્વર મિત્ર મંડળ દ્વારા એક અનોખી પહેલ ગ્રાહકોને આકર્ષવા હાથ ધરી છે. ઓનોલાઇન ખરીદી કરવાને બદલે આપણે સૌ સ્થાનીક બજારમાંથી ખરીદી કરીએ જેથી પોરબંદરનું અર્થતંત્ર ધબકતું રહે. કારણ કે છેલ્લા બે વર્ષ દરેક ધંધા માટે કપરા રહ્યાં છે. આપણે સૌ સાથે મળી સ્થાનીક બજારમાંથી ખરીદી કરીએ તેવી અપીલ વેપારી મંડળ દ્વારા કરવામાં આવી છે.