કોંગ્રેસે બળાત્કારના આરોપમાં ઘેરાયેલા ધારાસભ્ય અલ્ધોસ કુન્નાપિલ્લી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. કારણ કે, કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કે સુધાકરને પેરુમ્બાવુર ધારાસભ્ય એલ્ધોસ કુન્નાપિલીને PCC (સ્ટેટ કોંગ્રેસ કમિટી) અને DCC (જિલ્લા કોંગ્રેસ સમિતિ)ના સભ્યપદેથી છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે. આ કાર્યવાહી પાછળ કહેવામાં આવ્યું છે કે ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલ ખુલાસો સંતોષકારક ન હતો.
જણાવી દઈએ કે ગુરુવારે જ કેરળની સેશન્સ કોર્ટે ધારાસભ્યને વચગાળાના જામીન આપ્યા છે. બીજી તરફ, ધારાસભ્યનો દાવો છે કે તે નિર્દોષ છે અને તેણે કોઈ ખોટું કામ કર્યું નથી. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે આ 6 મહિના દરમિયાન ધારાસભ્યના વર્તન અને વ્યવહાર પર નજર રાખવામાં આવશે. તે મુજબ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
નોંધનીય છે કે તિરુવનંતપુરમની એક ખાનગી શાળામાં ભણાવતા શિક્ષકે ધારાસભ્ય એલ્ધોસ કુન્નાપિલ્લી પર બળાત્કાર અને મારપીટનો કેસ દાખલ કર્યો છે. તેમને કરેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ આ કેસમાં તેમને કોર્ટમાંથી આગોતરા જામીન મળી ગયા છે.