વર્તમાન સમયમાં લોકોનો ડિજીટલ ગોલ્ડમાં રોકાણ કરવાનો રસ વધ્યો છે. તેમા સોવરિન ગોલ્ડ ફંડ અને ગોલ્ડ ઇટીએફ (Gold Exchange Traded Fund) રોકાણના બે મુખ્ય માધ્યમો છે.
શું છે ડિજિટલ ગોલ્ડ ?
ડિજિટલ ગોલ્ડ ઓનલાઇન સોનું ખરીદવાની એક રીત છે. તેમાં ગોલ્ડ ફિઝિકલી રીતે નહીં પરંતુ તમારા ડિજિટલ વોલેટમાં રાખવામાં આવશે. તમે તેને ખરીદી અને વેચી પણ શકો છો. આ સિવાય જો જરૂરી હોય તો, તમે કેટલાક વધારાના ચાર્જ ચૂકવીને ડિજિટલ ગોલ્ડને ફિઝિકલ ગોલ્ડમાં રૂપાંતરિત કરી શકો છો.
સૉવરિન ગોલ્ડ બૉન્ડમાં કેવી રીતે રોકાણ કરવું ?
સોનામાં રોકાણ કરવાના નવા વિકલ્પ તરીકે સોવરિન ગોલ્ડ બોન્ડનો વિકલ્પ 2015થી ગ્રાહકોને મળ્યો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સોવરિન ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવે છે. તેમાં ઓછામાં ઓછું એક ગ્રામ સોનું ખરીદી શકાય છે. હકીકતમાં આ યોજના રોકાણના દૃષ્ટિકોણથી ફિઝિકલ ગોલ્ડની ખરીદી ઘટાડવા માટે લાવવામાં આવી છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ મળે છે. ગ્રાહકો તેને ઓનલાઈન અથવા રોકડ દ્વારા ખરીદી શકે છે. તે 8 વર્ષના સમયગાળામાં પૂર્ણ થાય છે. આ સ્કીમમાં એક ફાઈનેન્શિયલ યરમાં એક વ્યક્તિ વધુમાં વધુ 4 કિલો સોનાના બોન્ડ ખરીદી શકે છે.
ગોલ્ડ ઈટીએફ પણ રોકાણનો યોગ્ય વિકલ્પ
ગોલ્ડ ઇટીએફને શેરની જેમ ખરીદી શકાય છે અને ડીમેટ એકાઉન્ટમાં રાખી શકાય છે. જ્યારે તમે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરો છો, ત્યારે તમારી પાસે વાસ્તવમાં ફિઝિકલી ગોલ્ડ નથી હોતું, પરંતુ તમે સોનાની કિંમત જેટલી રોકડ રાખો છો. એ જ રીતે જ્યારે તમે ગોલ્ડ ETF વેચો છો, ત્યારે તમને ફિઝિકલ ગોલ્ડ મળતું નથી, પરંતુ તે સમયે સોનાની કિંમતની સમકક્ષ રોકડ મળે છે.
ગોલ્ડી ઇટીએફ ખરીદવા અને વેચવા માટે ડીમેટ એકાઉન્ટ જરૂરી છે. તેનો ઉપયોગ કરીને, તમે સ્ટોક એક્સચેન્જ પર ઓછામાં ઓછું એક ગોલ્ડ ETF યુનિટ ખરીદી અને વેચી શકો છો. રોકાણકારો કે જેમની પાસે ડીમેટ એકાઉન્ટ નથી, તેઓ ગોલ્ડ ફંડ ઓફ ફંડ્સનો ઉપયોગ કરીને ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરી શકે છે.