પાટણ ના સિદ્ધપુર માં સરસ્વતી નદીના કાંઠે કાળી ચૌદશ ની વિશેષ પૂજા કરવામાં આવશે પાટણ જીલ્લાના સિદ્ધપુર ની સરસ્વતી નંદીના કાંઠે આવેલું અષ્ટ ભૈરવ મંદિર દેશનું એક માત્ર મંદિર એવું છે કે , જ્યાં અષ્ટચક્ર સાથે ભૈરવના 8 સ્વરૂપ એક સાથે બિરાજમાન છે મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્ય હરિભાઈ ઉપાધ્યાય અને વિદ્વાન અગ્રણી જયનારાયણ વ્યાસે પ્રકાશ પાડ્યો હતો કે , પુરાતનકાળમાં આ મંદિર વાલ્યખિલ્ય મુનીના આશ્રમ તરીકે ઓળખાતું હતું . આજે કાળી ચૌદશ દેશમાં એકમાત્ર સિદ્ધપુરમાં સિદ્ધ અષ્ટચક્ર સાથે ભૈરવદાદાના 8 સ્વરૂપનાં દર્શન થાય છે , આજે કાળી ચૌદશે વિશેષ પૂજા ઋષિ મુનિના શ્રાપથી મુક્ત થવા ઈન્દ્રદેવએ ભૈરવના આઠ સ્વરૂપ અને અષ્ટચક્રની સ્થાપના કરી હતી સિદ્ધપુર સરસ્વતી નંદીના કાંઠે આવેલું અષ્ટ ભૈરવ મંદિર દેશનું એક માત્ર મંદિર એવું છે કે , જ્યાં અષ્ટચક્ર સાથે ભૈરવના 8 સ્વરૂપ એક સાથે બિરાજમાન છે મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્ય હરિભાઈ ઉપાધ્યાય અને વિદ્વાન અગ્રણી જયનારાયણ વ્યાસે પ્રકાશ પાડ્યો હતો કે , પુરાતનકાળમાં આ મંદિર વાલ્યખિલ્ય મુનીના આશ્રમ તરીકે ઓળખાતું હતું 60 હજાર મુનીઓ અહીં તપ કરતાં હતા અંગુઠા સ્વરૂપના મુનીઓ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જઇ રહ્યા હતા ત્યારે આકાશ માર્ગે પસાર થતાં ઇન્દ્રદેવએ મુનીઓના કદને જોઇ ઉપહાસ ઉડાવ્યો હતો મુનીઓએ તેમને શ્રાપ આપી આશ્રમમાં બંધક બનાવ્યા હતા જેને લઇ ભગવાન વાલકેશ્વર સ્વયંભૂ આશ્રમમાં પ્રગટ થઇ ઇન્દ્રદેવને શ્રાપ મુક્ત થવા ભૈરવના 8 સ્વરૂપની સ્થાપના સાથે સિદ્ધ અષ્ટચક્ર બનાવી છ માસ સુધી તપ કરવા કહ્યું હતું જેનું ફળ સ્વરૂપે ઇન્દ્રદેવ મુનીઓના શ્રાપથી મુક્ત થયા હતા અષ્ટ ભૈરવ દાદાના મંદિરમાં દર મંગળ વારે તેમજ વર્ષ દરમ્યાન ભૈરવ અષ્ટમી અને કાળી ચૌદશના રોજ વિશેષ આસ્થા રૂપે પૂજા અર્ચના કરવા અર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે