જો તમે શેરબજારમાં રોકાણ કરવા માંગો છો પરંતુ દરરોજનો તણાવ નથી ઈચ્છતા, તો ઇક્વિટી આધારિત મ્યુચ્યુઅલ ફંડ તમારા માટે યોગ્ય વિકલ્પ છે. મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન અનુભવી ફંડ મેનેજર દ્વારા કરવામાં આવે છે. તમે મ્યુચ્યુઅલ ફંડમાં કયા જૂથના શેરોમાં રોકાણ કરવા માંગો છો તે પણ તમે પસંદ કરી શકો છો. તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 2 રીતે રૂપિયાનું રોકાણ કરી શકો છો. પહેલું છે એક સામટી રકમ જમા કરાવવાનું અને બીજું SIP દ્વારા રોકાણ કરવું.
SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ. અહીં તમે અંતરાલમાં મ્યુચ્યુઅલ ફંડમાં કેટલાક રૂપિયા રોકો છો અને તમે ઓછા જોખમ સાથે વધુ રિટર્ન મેળવી શકો છો. તમે દર અઠવાડિયે દર મહિને કે ક્યારે રોકાણ કરવા માંગો છો તે તમે જાતે નક્કી કરી શકો છો. તે તમારી પાસે ફંડની ઉપલબ્ધતા પર આધાર રાખે છે. જો તમે પહેલીવાર રોકાણ કરી રહ્યા છો તો તમે તેને 500 રૂપિયાથી પણ શરૂ કરી શકો છો. આજનો લેખ ફર્સ્ટ ટાઈમર્સ માટે જ છે. આ લેખમાં અમે આપને જણાવીશું કે SIP માં રોકાણ શરૂ કરતી વખતે તમારે કઈ મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
શું છે લક્ષ્ય
તમે રોકાણ કરવાનું શરૂ કરો તે પહેલાં જુઓ કે તમને ફંડની જરૂર નજીકના ભવિષ્યમાં છે કે પછી લાંબા સમય પછી. તેનાથી તમે નક્કી કરી શકશો કે તમે કેટલું રોકાણ કરવા માંગો છો. દરેક વ્યક્તિના નાણાકીય લક્ષ્યો અલગ અલગ હોઈ શકે છે. જેમ કે જો કોઈ કાર ખરીદવા માંગે છે, તો કોઈ સ્પોર્ટ્સ બાઇક. બંને માટે જરૂરી ફંડમાં તફાવત છે. તેથી, તમારી રોકાણ વ્યૂહરચનામાં પણ તફાવત હોવો જોઈએ.
કાળજીપૂર્વક કરો પસંદગી
મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમે માત્ર ઇક્વિટી ફંડમાં જ નહીં પરંતુ ડેટ અને હાઇબ્રિડ ફંડ્સમાં પણ રોકાણ કરી શકો છો. તે તમારી જોખમની લેવાની ક્ષમતા અને તમે જે રિટર્નની અપેક્ષા કરી રહ્યાં છો તેના પર નિર્ભર રહેશે. લાંબા ગાળાના રોકાણ અને જોખમની ક્ષમતા સાથે તમે ઇક્વિટીમાં જઈ શકો છો.
મોંઘવારીથી આગળ રહો
તમારા રોકાણને એવી રીતે કરો કે રિટર્ન મોંઘવારીના દર કરતા વધુ હોય. ઘણી વખત ફંડ ઊભું કર્યા પછી પણ તે કામ સમયે ઓછું પડે છે કારણ કે ત્યાં સુધીમાં મોંઘવારી તેને મ્હાત આપી દે છે અને ઉત્પાદન અથવા સર્વિસની કિંમત તમારા રોકાણ કરતાં વધી જાય છે. તેથી રિટર્નને ધ્યાનમાં રાખીને રોકાણનો વિકલ્પ પસંદ કરો.
રૂપિયાનું એક જગ્યાએ કરો રોકાણ
બધા રૂપિયા એક જગ્યાએ રોકાણ કરી દેવાથી, તે બધા એક સાથે ડૂબી જવાનો ભય રહે છે. તેથી તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવો. વિવિધ એસેટ ક્લાસમાં રૂપિયાનું રોકાણ કરો. રોકાણના વિવિધ વિકલ્પો પણ જોઈ શકાય છે. તેની સાથે કોઈપણ અપ્રિય પરિસ્થિતિ સમયે તમારા કેટલાક રૂપિયા સુરક્ષિત રહેશે.