સોમનાથ જીલ્લાના વિશ્વાસ થી વિકાસ યાત્રા માં વિકાસકાર્યોમાં ગોરખમઢી થી રામપરા ગામને જોડતો રસ્તો ૪ કરોડ અને રામપરા થી ભેટાળી ગામને જોડતો રસ્તો ૧ કરોડ ૪૦ લાખ રૂપિયાનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે આ ખરાબ રસ્તા બાબતે જીલ્લા પંચાયત ના પ્રમુખ રામીબેન બચુભાઈ વાજા દ્વારા રજુઆત કરી અને આ રસ્તા મંજૂર કરાવેલ છે અને આજે આ રસ્તા નુ ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. આ તકે જૂનાગઢ-ગીર સોમનાથ જીલ્લા ના સાંસદ રાજેશભાઈ ચુડાસમા,જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન બચુભાઈ વાજા, વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ સરમણભાઈ સોલંકી, જીલ્લા પંચાયતના સદસ્યશ્રી બાબુભાઈ પરમાર, ગીર સોમનાથ જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ
સોમનાથ જીલ્લામાં ૫.૪૦ કરોડના થશે વિકાસ કામો . . .
બચુભાઈ વાજા,રામપરા ગામના આગેવાન દેવાયતભાઈ ભગત,રામપરા ગ્રામ પંચાયત ના સરપંચ હરસુખભાઈ સેવરા,રામપરા ગ્રામ પંચાયત ના માજીસરપંચ કરશનભાઈ બામણીયા, રામશીભાઈ માલમ, નગાભાઈ મેર,તેમજ ઉપસરપચ રમેશભાઈ જાદવ,તાલુકા પંચાયતના સદસ્ય રાજાભાઈ,વેરાવળ તાલુકા પંચાયતના
પ્રમુખ શ્રી પાંચાભાઈ વાળા,વેરાવળ તાલુકા ભાજપ મહામંત્રી પ્રદ્યુમનસિંહ ડોડીયા, તેમજ નજીકના ગામોના સરપંચશ્રીઓ,હોદદારો, આગેવાનો,અને ગામલોકો ઉપસ્થિત રહ્યા. આ રસ્તા મંજૂર થવાથી આ વિસ્તાર ના લોકો ને મોટો ફાયદો થવાનો છે જેથી જીલ્લા પંચાયત ના શ્રી પ્રમુખ રામીબેન બચુભાઈ વાજા નો લોકો એ આભાર વ્યક્ત છે