ગૃહ મંત્રાલયે રવિવાર 23 ઓક્ટોબર 2022 ના રોજ રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું FCRA લાઇસન્સ રદ કરી દીધું છે. મંત્રાલયે ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ગાંધી પરિવારને ભ્રષ્ટ ગણાવતા તેમણે ચીન તરફથી ડોનેશનની વાત કરી હતી.
સંબિત પાત્રાએ કહ્યું કે, દિવાળીના અવસર પર ગાંધી પરિવારનો ભ્રષ્ટાચાર ફરી ઉજાગર થયો છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધી પરિવાર સાથે જોડાયેલા બે એનજીઓ હતા અને ગૃહ મંત્રાલય (MHA) એ બંને પર પ્રતિબંધ મૂકવાનું કામ કર્યું છે.
સંબિતે કહ્યું, રાજીવ ગાંધી ફાઉન્ડેશનને લઈને સાર્વજનિક ક્ષેત્રમાં ઘણા આરોપો આવ્યા હતા અને ઘણા ખુલાસા થયા હતા. વર્ષ 2020માં જેપી નડ્ડાએ ખુલાસો કર્યો હતો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન, જેના ચેરપર્સન સોનિયા ગાંધી છે, તેમણે ચીન પાસેથી 3 વખત દાન લીધું હતું. ત્યારે સરકારે એનજીઓની અધ્યક્ષતા પર અંકુશ લગાવ્યો છે જે ચીન પાસેથી પૈસા લેતું હતું.
પીએમ રિલીફ ફંડના પૈસા પણ રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં જતા હતા: સંબિત પાત્રા
પાત્રાએ વધુમાં કહ્યું કે, ભાજપે રાજીવ ગાંધી ફાઉન્ડેશનના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સંબિતે દાવો કર્યો કે, પીએમ રિલીફ ફંડના પૈસા જે આપત્તિના પીડિતો માટે હતા તે પણ રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ગયા. એટલું જ નહીં, ખોટી રીતે પૈસા કમાતા લોકો પાસેથી દાન પણ લેવામાં આવ્યું હતું અને તેમાં ઝાકિર નાઈક, મેહુલ ચોક્સી, રાણા કપૂર જેવા નામ સામેલ છે. આ પ્રકારના એનજીઓ પર કાયદા હેઠળ કામ કરવું યોગ્ય છે. સંબિત પાત્રાએ પોતાની વાત પૂરી કરી અને કહ્યું કે અમે જોયું છે કે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર છે, ત્યાં આ ભ્રષ્ટ પરિવાર છે.