અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શારદાબેન હોસ્પિટલનું અંદાજીત રૂ. ૧૭૮ કરોડના ખર્ચે નવીનકરણ કરી મલ્ટીસ્ટોરીડ હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ વિસ્તારની હોસ્પિટલને અત્યાધુનિક બનાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલના કામને મંજૂર કરાયા બાદ નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરાયા બાદ હોસ્પિટલના આ કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેથી પૂર્વ વિસ્તારમાં વધુ એક સુવિધા જનસુખ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. શારદાબેનનું નવીનીકરણ તથા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હોસ્પિટલની અત્યાધુનિક વિશેષતાઓ છે.
આ છે તેની વિશેષતાઓ