જૂનાગઢની આઝાદ ચોક લાઇબ્રેરી ફરી વિવાદનું કેન્દ્ર બની છે તાજેતરમાં પુસ્તકાલયમાં સમારકામના બહાને બંધ કરવાનો નિર્ણય કરાયો હતો પરંતુ સિનિયર સિટીઝનો અને વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે પુસ્તકાલય બંધ કરાય એ પૂર્વે આઝાદ ચોક આસપાસ વૈકલ્પિક જગ્યા આપવામાં આવે દસ દિવસ પૂર્વે આ મામલે વૈકલ્પિક જગ્યા શોધવા માટે 1.5 મહિનાના સમયની મૌખિક બાહેધરી જવાબદાર અધિકારી દ્વારા આપવામાં આવી હતી પરંતુ 15 દિવસની અંદર જ જવાબદાર અધિકારીઓએ આ મામલે યુટર્ન મારી આઝાદ ચોક ની લાઇબ્રેરીને રાતોરાત તાળા મારી દીધા હતા જેથી સિનિયર સિટીઝન અને વિદ્યાર્થીઓએ રોશ સાથે વિરોધ વ્યક્ત કર્યો છે આ મામલે એન એસ યુ આઈ એ જણાવ્યું હતું કે જો લાઇબ્રેરી ફરી ખોલવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે આમ પુસ્તકાલય વિભાગના અધિકારીના યુટર્ન થી વાચકો સિનિયર સિટીઝનોમાં રોષ ની લાગણીઓ જોવા મળી હતી આમ સીનીયર સીટીઝનો અને વિદ્યાર્થીઓએ માંગ કરી તે પુસ્તકાલય બંધ કરાય એ પહેલા આઝાદ ચોક આસપાસ વૈકલ્પિક જગ્યા આપવામાં આવે નહીં તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી