કેન્દ્રિય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ , તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.
આવતી કાલે તા.25 ઓક્ટોબર મંગળવારના રોજ કેન્દ્રિય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ કાર્યકર્તાઓને આપશે.
આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રીશ ભૂપેન્દ્રભાઈ પટેલ , તેમજ પ્રદેશ અધ્યક્ષશ સી.આર.પાટીલ ગુજરાતના
સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકર્તાઓ સાથે કેટલીક મહત્વની વાત આગામી ચુંટણીને ધ્યાનમાં રાખીને સંવાદમાં કરશે.
આ સંવાદ કાર્યક્રમમાં જીલ્લાના સંગઠનના હોદ્દેદારો, વિવિધ પદ
ઉપર રહેલ પદાધિકારીઓ, ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિઓ તેમજ પૂર્વ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ સવારે 10:30 કલાકે APMC, વેરાવળ ખાતે રહેશે.
ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે અને નાનામાં નાના કાર્યકર્તાનું પક્ષમાં મહત્વનું યોગદાન હોય છે. ઉપરાંત ખાસ કરીને આગામી દિવસોમાં ચૂંટણી ગુજરાતની અંદર ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખી મહત્વની જવાબદારીઓ કાર્યકર્તાઓને સોંપવામાં આવી રહી છે. ત્યારે કાર્યકર્તાઓને વોર્મઅપ કરવાના હેતુસર વિવિધ ઝોન ની અંદર આ પ્રકારે શુભેચ્છા મુલાકાત પણ યોજવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાત બાદ મધ્ય ગુજરાત તેમજ હવે સૌરાષ્ટ્રની અંદર કેન્દ્રીય ગૃહ મંત્રી ની ઉપસ્થિતિમાં શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.