લાંબા સમયથી રજૂઆતો બાદ જૂની સિવિલ ની જગ્યામાં કોર્ટ બિલ્ડિંગ બનાવવાની કામગીરીનું ખાતમુરત કરાયું છે આ અંગે અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે શહેરની મધ્યમાં આવેલ જૂની સિવિલ હોસ્પિટલની ખાલી પડનાર કરોડોની કિંમતની જગ્યા પર અનેક લોકોની નજર હતી પરંતુ આ બાબતે દૂરદેશી નજર સમક્ષ રાખીને અહીં ડિસ્ટ્રિક્ટ કોર્ટ બનાવવામાં આવે તે પ્રકારની માંગણી રાજ્ય સરકારને કરી હતી આ અન્વયે ગુજરાતના મુખ્યમંત્રીને નવેમ્બર 2017 ના રજૂઆત કરાઈ હતી ત્યારબાદ 17 ફેબ્રુઆરી 2018 ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇ-મેલ દ્વારા રજૂઆત કરી હતી જેના પગલે 27 માર્ચ 2018 ના આ અંગેની પ્રક્રિયા શરૂ થવાની હૈયા ધારણા આપી હતી સતત રજૂઆતના કારણે 22 જાન્યુઆરી 21 ના કલેક્ટર કચેરી દ્વારા આ જગ્યા ન્યાયાલય બનાવવા માટે તબદિલ કરવામાં આવી હતી જો કે ઘણા સમયથી કોઈ કાર્યવાહી શરૂ ના થવાને કારણે સ્થળ પર સતત વધતા છતાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિ ની રજૂઆત રાજ્યના કાયદા મંત્રી અને મુખ્ય ન્યાયાધીશ ને કરવામાં આવી હતી જેના અનુસંધાને 22 એપ્રિલના મુખ્ય ન્યાયાધીશ દ્વારા પોલીસ પ્રોડક્શન સાથે સંપૂર્ણ પરિસરમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો