બજરંગ દળના સંયોજક રાજુભાઈ ના પિતા લક્ષ્મણભાઈ ઝમારીયા નું જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મોતિયા નું ઓપરેશન કરાયું હતું ઓપરેશન કર્યા પછી દર્દીની એક આંખમાં દેખાવાનું બંધ થયું દર્દીના પરિવારમાંથી ડોક્ટરને રજૂઆત કરતા ડોક્ટર પ્રદીપભાઈ કોરિયા કે જે આંખના ડોક્ટર છે તેમના દ્વારા જણાવાયું હતું કે હવે આગળ કોઈ પ્રોબ્લેમ હોય કે ન દેખાતું હોય તો ખાનગી હોસ્પિટલમાં જતા રહો સિવિલ હોસ્પિટલના ડોક્ટર પ્રદીપભાઈ કોરિયાની બેદરકારી તેમજ ઉડાવવું જવાબથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની ટીમ આવા બિન જવાબદાર ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે એવી પણ માંગ કરી હોવાનું હિરેનભાઈ રૂપાલ રેલીયા એ જણાવ્યું હતું દરમિયાન આ બાબતે સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડોક્ટર નયનાબેન લકુમે જણાવ્યું કે આક્ષેપો ખોટા છે મોટી ઉંમરના કારણે બન્યું છે મોતિયો કાઢ્યા બાદ ખબર પડે કે પાછળ પડદો છે કે નહીં? આ હોસ્પિટલમાં ફેકો મશીનથી 500 સફળ ઓપરેશન થયા છે ક્યારેક કોઈ ખિસ્સામાં દર્દીની મોટી ઉંમરના કારણે આવું બનતું હોય છે આ દર્દીનો અન્ય ત્રણ સગાના જ અહીં આંખના ઓપરેશન થયા છે જ્યારે સિવિલમાં પડદા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નથી અને જુનાગઢમાં આંખના પડદાનો માત્ર એક જ ડોક્ટર છે માટે રાજકોટની ટ્રસ્ટની હોસ્પિટલમાં જવા કહ્યું જેથી ઓછા ખર્ચે ઓપરેશન થઈ શકે ખોટા આક્ષેપોના કારણે સિવિલમાં ડોક્ટરો ટકતા નથી